Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કાલે ઇન્‍ડો આફ્રિકન ચેમ્‍બર અને રાજકોટ ચેમ્‍બર વચ્‍ચે બેઠક યોજાશે

ઇમીટેશન ફાર્મા સહિતની પ્રોડકટ માટે વિશાળ તકો

રાજકોટ,તા. ૨૭ : ઇન્‍ડો આફ્રિકન ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍સ્‍ટ્રી તથા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ વચ્‍ચે વ્‍યાપારી સંબંધો બાંધવા આવતી કાલે સાંજે ૪ વાગ્‍યે ચેમ્‍બરના હોલમાં સંયુકત બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં આફ્રિકન દેશનું પ્રતિનિધિમંડળ ખાસ ઉપસ્‍થિત રહી વ્‍યાપારી સંબંધો વિષે ચર્ચા વિચારણા કરશે.

રાજકોટના અનેક ઉદ્યોગો જેમ કે ઇમીટેશન-ફાર્મા, કૃષિ સહિતના ઉદ્યોગો માટે આફ્રિકન દેશોમાં નિકાસ માટેની અનેક તકો રહેલી છે.

અત્ર એ નોંધનીય છે કે તાજેતરમાં મુંબઇ ખાતે આ પ્રકારની બેઠક મળી હતી. જેમાં રાજકોટના ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. બંને દેશો વચ્‍ચે વ્‍યાપારી સંબંધો બ્‍હોળા પ્રમાણમાં વિકસી શકે તેમ હોઇ આવતીકાલની બેઠક મહત્‍વની બની રહેશે તેવું જાણવા મળે છે.

(4:33 pm IST)