Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં, સિરમોર, રિવા (મદયપ્રદેશ)ના અંજુબેન ત્રિપાઠીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

રાજકોટઃ  'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

 આવાજ એક દર્દીઅંજુબેન પ્રમોદ ત્રિપાઠી, ઉ.વ. ૪૫ રહેવાસી ગામઃ- માઉ, તાઃ- સિરમોર , જીઃ- રિવા, મઘ્યપ્રદેશનું  વતનીને  છેલ્લા ૨૬ વર્ષથી હદયની તકલીફ હતી.

 દર્દીના કુટુંબમાં પતિ તથા ૨ પુત્રીઓનો સમાવેશ થાય છે.એક પુત્રી પરણિત છે. દર્દીના પતિ ખેતીકામ કરે છે,તેઓની માસિક આવક ફકત રૂ! ૬૦૦૦ જેટલી જ છે. આ દર્દીના હદયમાં જન્મજાત હદયના ઉપરના ખાનામાં ખુબ જ મોટું કાણું હતું. જેના કારણે હૃદયના ઘણું પહોળું થઈ ગયું હતું. અને ફેફસાની નળીનું દબાણ ખુબ જ વધારે હતું.

આ ગરીબ કુટુંબને શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ,રાજકોટ ની એક સેવાભાવી ડોકટરે માહિતી આપતાં જરૂરી રિપોર્ટ વગેરે બાદ ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા .

  દર્દીનું  આ જટિલ ઓપરેશન વિનામૂલ્યે સફળતાપૂર્વક કર્યા બાદ  દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ગઇકાલે દર્દીને રજા  આપવામાં  આવી હતી.  આમ બાબાનાં આશીર્વાદથી આ ગરીબ કુટુંબમાં ફરી ખુશાલી આવી હતી. તેમ એક યાદીના અંતમાં જણાવાયું છે.

(3:37 pm IST)