Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બાઇક ચલાવવા પ્રશ્ને વિદ્યાર્થી સિધ્ધરાજસિંહ અને બે મિત્રો પર ચાર શખ્સોનો હુમલો

ગાયત્રીનગરમાં ડખ્ખો થયા બાદ ગોપાલનગરમાં બાઇકમાં તોડફોડ કરીઃ રાજન, જયદીપ દેવડા સહિત ચાર સામે ગુન્હો નોંધાયો

રાજકોટ તા. ૨૬ : ગાયત્રીનગર મેઇન રોડ પર બાઇક ચલાવવા પ્રશ્ને વિદ્યાર્થી અને તેના બે મિત્રો સાથે બોલાચાલી થયા બાદ ચાર શખ્સોએ ગોપાલનગરમાં વિદ્યાર્થી અને તેના બે મિત્રોને પાઇપ તથા છરીથી હુમલો કરી બાઇકમાં તોડફોડ કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોપાલનગર શેરી નં. ૧૩/૧૦માં રહેતો અને ટીવાઇબીકોમમાં અભ્યાસ કરતો સિધ્ધરાજસિંહ રઘુરાજસિંહ વાઘેલા (ઉ.૨૦) તેના મિત્ર મયુરધ્વજસિંહ અને જયરાજસિંહ સાથે ગાયત્રીનગર મેઇન રોડ પર બાઇક ચલાવવા પ્રશ્ને રાજન નામનો શખ્સ તથા જયદીપ દેવડા અને બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. ત્યારબાદ ચારેય શખ્સોએ ગોપાલનગરમાં વિદ્યાર્થીના ઘર પાસે પાર્ક કરેલ બાઇકમાં લોખંડના છરી તથા લોખંડના પાઇપ ફટકારી નુકસાન કર્યું હતું.

આ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. સુભાષભાઇએ તપાસ આદરી છે.

(12:50 pm IST)