Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

ભગવતીપરામાં તોફાને ચડેલા અમિતે માતા પિતાને ગાળો દઈ છરી બતાવી મારકુટ કરી: ધમકી આપી મંદીર, ચૂલામાં તોડફોડ કરી

રાજકોટઃ ભગવતીપરામાં તોફાને ચડેલા શખ્સે માતા પિતાને છરી બતાવી ગાળો દઈ ધમકી આપી તોડફોડ કરતા ફરિયાદ થઈ છે. આ બનાવમાં પોલીસે ભનુભાઈ ગોબરભાઇ ઝીઝરીયા (ઉ.વ.૪૨ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે. ભગવતીપરા)ની ફરિયાદ પરથી તેના જ પુત્ર અમીત ઝીંઝરીયા (ઉ.વ.૨૨ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે ભગવતીપરા જય પ્રકાશનગર શેરી નં.૧૬) વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

અમિત તેના પિતા તથા તેની માતાને ગાળો આપતો હોઇ ના પાડતાં તોફાન કરી ઢીકા પાટુનો મુંઢમાર મારી છરી વતી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરનો ડેલો તથા ચુલો, મંદીર તથા પંખો વગેરે વસ્તુનુ નુકશાન કરી  માર મારવાની ધમકી તથા ગાળો દીધાનું ફરિયાદમાં જણાવતા બી ડિવિઝનના એએસઆઈ એન.જી.ભદ્રેચાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

   
(10:33 am IST)