Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

તું કેમ મુછુના આંકડા ચડાવતો નીકળે છે? આજે તો મારી જ નાખું...કુવાડવા રોડ પર અનિરૂદ્ધની રાજનને ગાળો દઈ ધમકી

રાજકોટ: શહેરના કુવાડવા રોડ પર નોવા હોટલ પાસે મૂછોના આંકડા ચડાવવા બાબતે એક યુવાનને ગાળો દઈ મારી નાંખવાની ધમકી આપી ગાળો આપતાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં પોલીસે રાજન કિશોરભાઇ પાટડીયા (ઉ.વ.૨૮ ધંધો. પ્રા. નોકરી રહે. શ્રીનાથ પાર્ક શેરી નં. ૨, એંસી ફુટ રોડ, ક્રાંતી માનવ સેવા ટ્રસ્ટ પાસે કુવાડવા રોડ)ની ફરિયાદ પરથી અનિરુધ્ધ સોનારા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

રાજને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું. અને અમે બે ભાઇ છીએ જેમા મોટો હુ તથા નાનો સુપર જે અમે બન્ને આજી જી.આઇ.ડી.સી. સી રોડ અમન ઓર્નામેન્ટમા ચાંદીનું પેકીંગ કામ કરીએ છીએ છું.  હું તથા મારો નાનો ભાઇ તુષાર બન્ને મારા એકટીવામા ઘરે આવતા હતા ત્યારે કુવાડવા રોડ, નોવા હોટલ પાસે સંતોષ પાનની સામે પહોચતા અનીરૂધ્ધ સોનારા ત્યા હાજર હતો અને તેણે ઉભો રાખી મને કહેલ કે, તુ કેમ મુછુના આંકડા ચડાવતો અહિથી નીકળે છે? આજે તો તને મારી જ નાખું તેમ કહી તે તેના વાહનમાંથી કાંઇક કાઢવા ગયેલ જેથી હું તથા મારો ભાઇ ત્યાથી જતા રહેલ અને તે મારી પાછળ આવતો હોય જેથી હું બીજાના કોઇના ઘરમા જતો રહેલ હતો અને બાદમા ફરીયાદ કરી કરી હતી. હેડકોન્સ. જે.એમ.ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

 

 

(10:30 am IST)