Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

સીબીઆઇની સફળ ટ્રેપ હતી, અધિકારી બિશ્નોઇને રંગેહાથ પકડયા હતાં: તપાસ ચાલુ હતી ત્‍યારે તેમની ચેમ્‍બરમાંથી અચાનક દોડીને કૂદી ગયા હતાં: આકસ્‍મીક મૃત્‍યુ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છેઃ ડીસીપી સુધીરકુમાર દેસાઇ

 

સીબીઆઇની જે ટ્રેપ હતી એ સફળ હતી અને અધિકારી બિશ્નોઇને સીબીઆઇની ટીમે રંગેહાથ પકડયા હતાં. આ કેસની તપાસ ગત સાંજથી ચાલુ હતી અને આજ સવાર સુધી ચાલુ હતી. કચેરી ખાતે તપાસ થઇ રહી હતી ત્‍યારે સવારે પોણા દસેક વાગ્‍યે અધિકારી બિશ્નોઇએ અચાનક તેમની ચેમ્‍બરમાંથી દોટ મુકી બારીમાંથી છલાંગ મારી દીધી હતી. સાડા દસ વાગ્‍યે સરકારી હોસ્‍પિટલના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. આ ઘટનામાં પ્ર.નગર પોલીસમાં હાલ આકસ્‍મીક મોતની નોંધ કરવામાં આવી છે. ઘટના વખતે જે જે લોકો હાજર હતાં તેમની પુછપરછ રાજકોટ પોલીસ કરશે. તેમ ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇએ જણાવ્‍યું હતું.

(3:52 pm IST)