Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

શહેરમાં કોરોના પ્રસર્યો : ૨૨ કેસ

સત્ય સાંઇ રોડ, પ્રદ્યુમન ગ્રીન સીટી, રોયલ પાર્ક, પેલેસ રોડ, નાના મૌવા રોડ, કનકનગર, નારાયણનગર, સીતારામ સોસાયટી, રણછોડનગર, સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાં ૧૩ મહિલા અને ૯ પુરૂષોને કોરોના સંક્રમિત

રાજકોટ તા. ૨૫ : શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્ના છે. લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગઇકાલે શહેરના ૨૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. મનપાની આરોગ્ય શાખાની યાદી મુજબ ગઇકાલે ૧૯થી લઇને ૯૦ વર્ષ સુધીના ૨૨ શહેરીજનોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ૧૩ મહિલાઓ અને ૯ પુરૂષોનો સમાવેશ થાય છે. આ લોકોમાંથી કોઇની ટ્રાવેલ હીસ્ટ્રી પણ નથી અને કોઇ અન્ય દર્દીના સંપર્કમાં પણ આવેલ નથી. ઉપરાંત તમામ લોકોઍ કોરોના રસીના ઓછામાં અોછા બે ડોઝ પણ લીધા છે.

સંક્રમિત થયેલ લોકો સત્ય સાંઇ રોડ, પ્રદ્યુમન ગ્રીન સીટી, રોયલ પાર્ક, પેલેસ રોડ, નાના મૌવા રોડ, કનકનગર, નારાયણનગર, સીતારામ સોસાયટી, રણછોડનગર, સંતકબીર રોડ, ગઢીયાનગર, ભગીરથ સોસાયટી, કિશાન પાર્ક, ગ્રીન સીટી, સેટેલાઇટ ચોક સહિતના વિસ્તારોના રહેવાસીઓ છે.

(5:13 pm IST)