Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

રાજકોટ જેલમાં સંયુક્‍ત પોલીસ કમિશનર, ત્રણ ડીસીપી, ચાર એસીપી, ૧૦ પીઆઇ મળી ૫૦૦ના સ્‍ટાફનું સવાર સુધી ચેકીંગ

દસ કલાક સુધી ૫૬ બેરેકમાં ચેકીંગ ચાલ્‍યું: રાજકોટ જેલમાં છે ૨૦૦૦થી વધુ કેદીઓઃ જેલમાંથી કંઇ શંકાસ્‍પદ ન મળ્‍યું: ગૃહને કરાશે રિપોર્ટ બોડી વોર્ન કેમેરાથી સજ્જ અધિકારીઓએ સવાર સુધી ચેકીંગ કર્યુ

રાજ્‍યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા ચાલી રહી છે આ સર-ાઈઝ ચેકિંગ કામગીર્રીં

રાજકોટ તા. ૨૫: રાજ્‍યની સતર જેલોમાં ગત રાતે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીની સીધી દેખરેખ હેઠળ સરપ્રાઇઝ ચેકીંગ શરૂ કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત રાજકોટ જીલ્લા જેલમાં પણ સવારના છ વાગ્‍યા સુધી ચેકીંગ થયું હતું. સંયુક્‍ત પોલીસ કમિશનર, ત્રણ ડીસીપી, પાંચ એસીપી, દસ પીઆઇ સહિત ૫૦૦ અધિકારીઓ, કર્મચારીઓના કાફલાએ જેલની તમામ બેરેકના ખુણેખુણા અને જેલ કમ્‍પાઉન્‍ડમાં તમામ વિભાગોમાં બોડીવોર્ન કેમેરા સાથે ચેકીંગ હાથ ધર્યુ હતું. આ ચેકીંગની કાર્યવાહી ગૃહમંત્રીશ્રીએ વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી નિહાળી હતી. રાજકોટ જેલમાં સવારે ચેકીંગ પુરૂ થયું હતું. આ જેલમાંથી કોઇ શંકાસ્‍પદ ચીજવસ્‍તુઓ મળી આવી નથી. તપાસનો રિપોર્ટ સીધો ગૃહમાં રજૂ કરવામાં આવશે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્‍થિત ડીજીપી ઓફિસ ખાતે ગળહ રાજ્‍ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એક મહત્‍વપૂર્ણ ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્‍યના ગળહ સચિવ શ્રી નિપુણા તારવણે, રાજ્‍યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય તેમજ ગળહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્‍ચ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.

આ મહત્‍વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્‍યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્‍યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્‍યું છે. રાજ્‍યની ૧૭ જેલોમા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ચેકીંગ થયું હતું.

જેમાં રાજકોટ જેલમાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવની રાહબરીમાં સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ત્રણ ડીસીપી, એસીપી, દસ પીઆઇ, પંદર પીએસઆઇ મળી ૫૦૦ના સ્‍ટાફે રાતે બોડીવોર્ન કેમેરા સાથે ચેકીંગ શરૂ કર્યુ હતું. આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ ગૃહમંત્રીશ્રીએ કર્યુ હતું. રાજકોટ જેલમાં ૫૬ બેરેકમાં બે હજારથી વધુ કેદીઓને રાખવામાં આવ્‍યા છે. આ તમામ વિભાગોમાં ચેકીંગ કાર્યવાહી ચાલી હતી. જે વહેલી સવારે પુર્ણ થઇ હતી. આ ચેકીંગ કાર્યવાહીનો રિપોર્ટ ગૃહ વિભાગને કરવામાં આવશે. તેમ જાણવા મળ્‍યું છે. જેલ અધિક્ષક બી. ડી. જોષીએ જેલના વિભાગોની માહિતી પોલીસ અધિકારીઓને આપી હતી અને બાદમાં ચેકીંગ કાર્યવાહી શરૂ થઇ હતી. જે વહેલી સવાર સુધી ચાલી હતી. જો કે આ જેલમાંથી કંઇપણ શંકાસ્‍પદ મળ્‍યું નથી તેવું પ્રાથમિક તબક્કે જાહેર કરવામાં આવ્‍યું હતું.

(11:33 am IST)