Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનો પ્રારંભ: 2 હજારથી વધુ દોડવીરો જોડાયા રાત્રે દોડવીરોનો ઉત્સાહ વધારતા શહેરીજનો

રનર્સ એસોસિએશન દ્વારા નાઈટ હાફ મેરેથોન દોડનું આયોજન: ૨૧ અને ૧૦ કી.મી. આયોજન

 રાજકોટ: શહેરમાં રનર્સ એસોસિએશન દ્વારા નાઈટ હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ૨૧ અને ૧૦ કી.મી. મેરેથોન દોડ રાખવામાં આવેલ છે. આ મેરેથોન દોડ જુની એન.સી.સી.ચોક રેસકોર્ષ રીંગ રોડથી શરૂઆત કરી આમ્રપાલી ફાટકથી રૈયા રોડ, ૧૫૦ રીંગનો ડાબી સાઇડનો રોડ બાદ ઉમીયા ચોકથી બી.આર.ટી.એસ. રૂટમાંથી ગોંડલ ચોકડીના બી.આર.ટી.એસ. સ્ટોપમાંથી યુ ટર્ન લઇ પરત આ જ રૂટ ઉપર આવનાર હોવાનું શહેર ટ્રાફીક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

આ નાઇટ હાફ મેરેથોન દોડમાં 2 હજારથી વધુની સંખ્યામાં રાજકોટ શહેરના તથા અન્ય દોડવીરો જોડાયા છે. 

આ દોડવીરોનો ઉત્સવ વધારવા શહેરના મુખ્ય ચોકમાં લોકો દ્વારા કરવામાં આવ્યું છે તસવીરમાં રૈયા રોડ પર ન્યુ એરા સ્કુલના બાળકો તો વિરોધનો ઉત્સાહ વધારી રહ્યા છે તે સાથે સેલ્ફ 

ફાઇનાન્સ શાળા મંડળનાં પ્રમુખ અજય પટેલ અને દિપક પટેલ નજરે પડે છે.

(10:41 pm IST)