Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

રાજકોટમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત : વિડીયો વાયરલ કર્યો

પત્નીને બીજા સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ સાળીના લગ્નમાં ઝઘડો થતા લાગી આવ્યું

રાજકોટ : રાજકોટમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ ગળેફાસો ખાઈ આપઘાત કર્યો હતો અને આપઘાતનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો આપઘાત કરનાર યુવક વિપુલને તેની પત્નીને અન્ય સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ સાળીના લગ્નમાં પત્ની સાથે ઝઘડો થતા માઠું લાગી જતા આ પગલું ભર્યાનું મનાય છે.

આ અંગેની વિગત મુજબ નાણાવટી ચોક ગીરીરાજ અાવસ યોજના ક્વાટરમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતાં ગળાફાંસો ખાઈ અાપઘાત કરી લીધાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો છે. પતિ દ્વારા આપઘાત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.

  બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના નાણાવટી ચોકમાં રહેતા 35 વર્ષીય વિપુલભાઈ છગનભાઈ સરવૈયા નામનાં યુવાનને પોતાની પત્નીને અન્ય સાથે પ્રેમસંબંધ હોવાની શંકા ઉપજી હતી. જેને લઈને સાળીના લગ્નમાં પત્ની સાથે ઝઘડો થયો હતો. આ બાબતે લાગી અાવતાં વિપુલે રાત્રે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમજ આપઘાત કરવાની પ્રક્રિયાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

અા બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અાગળની કાયૅવાહી હાથ ધરી હતી. વિપુલ ડ્રાઈવીંગનો વ્યવસાય કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. વિપુલનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. તેમજ આપઘાતનો લાઈવ વીડિયો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

(1:04 am IST)
  • જી પ્રધાન શ્રીદેવીના મૃત્યુ પાછળ કોઈક પ્રકારની હવાલા લીક હોવાનું જણાવે છે અને એનઆઈએ (નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી) દ્વારા સંપૂર્ણ તપાસની માંગણી કરી છે તેમણે પીએમઓ ઇન્ડિયાને બને એટલે ઝડપથી વિસ્તૃત રિપોર્ટ માંગવા પણ વિનંતી કરી છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે મને મળેલા અહેવાલો મુજબ દુબઈમાં શ્રીદેવી જ્યાં ઉતરી હતી તેનાથી ત્રણ ફ્લોર નીચે મોટો હવાલા ઓપરેટર પર ઉતર્યો હતો access_time 1:35 am IST

  • એનડીટીવી સામે આકરી કાર્યવાહી નહીં કરવા ઈન્કમટેકસને હાઈકોર્ટનો આદેશ : ઈન્કમટેકસ વિભાગે એનડીટીવી પર આકારણી વર્ષ ૨૦૦૯-૧૦માટે રૂ.૪૩૬.૮૦ કરોડની પેનલ્ટી લાદી છે અને સમાચાર સંસ્થાએ આઈટી વિભાગના આદેશ વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે access_time 3:44 pm IST

  • દુબઈ હોસ્પીટલના ફોરેન્સીક રીપોર્ટમાં થયો ખુલાસો : લીજન્ડેરી અભિનેત્રી શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણેજ થયું છે. access_time 4:15 pm IST