Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજકોટમાં ગેસની લાઈન લીક થતા આગ : જેસીબી પણ ભડકે બળ્યું : નાના મવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઘટના : ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીને જાણ કરાઈ

રાજકોટ: નાના મવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ગેસની લાઈન લીક થતા આગ ભભૂકી એક જેસીબી પણ લપેટમાં આવી ગયું હતું. ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી.

(7:24 pm IST)
  • સોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST

  • ઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST