Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

પુરૂષોત્તમ રૂપાલાજીનું અભિવાદન

 કેબીનેટ મંત્રી તરીકે પ્રમોશન પામેલા અને ગુજરાતનાં ગૌરવ એવા કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલા કેબીનેટ મંત્રી બન્યાં પછી પ્રથમ વખત રાજકોટ આવતા જામનગર રોડ પર આવેલી શ્રીજી ગૌશાળા ખાતે શ્રીજી ગૌશાળા પરીવાર તથા એનીમલ હેલ્પલાઇન ગૌમાતાની પ્રતિમા અર્પણ કરીને તેમજ ખેસ પહેરાવીને અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓ ડો. ભરતભાઇ બોઘરા, મોહનભાઇ કુંડારીયા, હિતેષભાઇ, નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ ખાચરીયા, મનીષભાઇ ભટ્ટ, દિનેશભાઇ અમૃતીયા, મનીષભાઇ ચાંગેલા, યોગેશભાઇ પટેલ, અજીતભાઇ ભીમજીયાણી, આનંદભાઇ અમૃતીયા, ડેનીસભાઇ પટેલ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તથા શ્રીજી ગૌશાળા અને એનીમલ હેલ્પલાઇન પરીવાર વતી પ્રભુદાસ તન્ના, મિતલ ખેતાણી, રમેશભાઇ ઠકકર, દિનેશભાઇ ધામેચા, ભુપતભાઇ છાંટબાર, દિલીપભાઇ સોમૈયા, ચંદુભાઇ રાયચુરા, વિનોદભાઇ દતાણી, રોહીતભાઇ જોબનપુત્રા સહીતના અગ્રણીઓએ રૂપાલાજીનું સ્વાગત કર્યું હતું. 

(2:58 pm IST)