Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

ભાવનગર રોડ ભંગાર બજાર પાસેથી ઉઠાવગીરે એકટીવા ચોર્યુઃ ઘટના સીસીટીવી કેમેરામાં કેદઃ બપોરે રેઢુ મળ્યું

રાજકોટઃ શહેરના ભાવનગર રોડ ભંગાર બજાર ખાતેથી ગત રાતે દસેક વાગ્યા આસપાસ જીજે૦૩જેએફ-૮૮૩૭ નંબરનું એકટીવા એક ઉઠાવગીર હંકારી ગયાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે.  કેસરી જેવો શર્ટ પહેરલો અને સ્હેજ લંગડાતો ચાલતો શખ્સ ચાલીને આવે છે અને આજુબાજુમાં જોયા બાદ એકટીવા પાસે જઇ ફરીથી રોડ પર જઇ કોઇ આવતું નથી ને તેનું નિરિક્ષણ કરે છે, એ પછી પોતાની પાસેથી ડુપ્લીકેટ કે માસ્ટર કીનો ઉપયોગ કરી એકટીવા ચાલુ કરી નીકળી જતો સીસીટીવીમાં દેખાય છે. દરમિયાન બપોરે અઢી વાગ્યે આ ચોરાયેલુ વાહન નજીકમાંથી જ રેઢુ મળી આવ્યું હતું. વાહન માલિક નસીબદાર કહેવાય કે તેને આ રીતે વાહન કલાકોમાં પરત મળી ગયું. અનેક આવા વાહનોનો મોટે ભાગે પત્તો મળતો હોતો નથી. 

(2:56 pm IST)