Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જુનાગઢ પાસેથી રૂા. પાંચ લાખના દારૂની ૧૦૭ પેટી સાથેની બોલેરો ઝડપાઇ

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨૫: જુનાગઢ પાસેથી ક્રાઇમ બ્રાંચે મોડી રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન રૂા.પ.૧૩ લાખનાં વિદેશી દારૂની ૧૦૭ પેટી સાથેની બોલેરો ઝડપી પાડી કુલ રૂા. ૧૦.૨૩ લાખનાં મુદામાલ સાથે રાજસ્થાનીની ધરપકડ કરી હતી.

ડીઆઇજી મન્નીદર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જુનાગઢ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.આઇ.ભાટી તથા સ્ટાફના કરશનભાઇ કરમટા, એન.એમ.પટેલ, જીતેશ મારૂ, ભરત સોનારા, ડાયાભાઇ કરમટા, દિપકભાઇ બેડવા તેમજ મયુર કોડીયાતર તથા મુકેશ કોડીયાતર વગેરે મોડી રાત્રે જુનાગઢ પાસે સાબલપુર ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

ત્યારે વિદેશી દારૂ ભરેલી બોલેરો આવી રહી હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે સાબલપુર ચોકડી ખાતે વોચ ગોઠવી હતી.

આ દરમ્યાન રાત્રીના ર.૧પનાં સુમારે જી.જે. ૩ એએક્ષ ૬પ૪૩ નંબરની બોલેરો પસાર થતા તેેને અટકાવીને તલાશી લેતા રૂા. પ,૧૩,૬૦૦ની કિંમતના વિદેશી દારૂની ૧૦૭ પેટી મળી આવી હતી.

આથી પોલીસે રાજસ્થાનનો દિનેશ રામલાલ રૂગનાથ બિશ્નોઇની દારૂ તથા બોલેરો અને મોબાઇલ સહીત કુલ રૂા.૧૦,ર૩,૬૦૦ની કિંમતના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

આ બારામાં રાજસ્થાનનો અશોક ઉર્ફે લક્ષ્મણ તથા અશોક ઉર્ફે લક્ષ્મણ તથા અશોક ઉર્ફે લક્ષ્મણ ઇશ્વર અને જુનાગઢનાં એક મોબાઇલ ધારક શખ્સનું નામ ખુલતા ક્રાઇમ બ્રાંચે તમામ શખ્સો સામે જુનાગઢ તાલુકા પોલીસમાં  ગુનો દાખલ કરાવ્યો હતો.

(12:17 pm IST)