Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સુનિલ દત્તનો આજે નિર્વાણ દિન

દત્ત સાહેબે સૌપ્રથમ વખત નિમ્‍મી નામની અભિનેત્રીને ત્રીજી મુલાકાત લીધી હતી

ભારતીય અભિનેતાંઓમાંના એક એવા સુનિલદત્ત પંજાબનાં ખૂર્દ નામનાં ગામનાં વતની હતા. તેમનો જન્‍મ ૬ જૂનનાં દિવસે થયો હતો. નાનપણમાં જ પોતાના પિતાની છત્રછાયાં ગુમાવનાર આ વ્‍યકિતએ પોતાના જીવનનાં ચઢાવ ઉતારનો સામનો કરેલ છે.  સુનિલ દત્તે પોતાનું ગામ છોડી મુંબઇને કર્મભુમિ બનાવી. કોલેજકાળ દરમ્‍યાન પોતાનાં અભ્‍યાસની સાથે..સાથે... પાર્ટ ટાઇમ જોબની પણ વ્‍યવસ્‍થા જાતે કરી લીધી.

ડિયર્સ નામની આ કંપની રેડિયો અંગેનાં કાર્યક્રમો રજૂ કરતી. નામી- અનામી લોકોનાં ઇન્‍ટરવ્‍યુ લઇ સિલોન રેડિયો ઉપર પ્રસારણ કરવાનું કામ સુનિલદત્ત કરતાં તેમણે સૌ પ્રથમ વખન નિમ્‍મી નામની અભિનેત્રીની મુલાકાત રેડિયો ઉપર મૂકી. ફિલ્‍મ દો બીઘા જમીનનાં પ્રિમિયમ શોનાં રેકોર્ડિગ કરવા ગયાં ત્‍યાં તેમણે નરગીસને નજરો નજર જોયાં. આ જાજરમાન અભિનેત્રીની પોતાની જીવન સંગીની બનશે એવી કલ્‍પના પણ ખુદને ન હોતી.

ડાયકેટર રમેશ સેહગલ પોતાની ૧૯૫૨માં બનાવેલી ફિલ્‍મ રેલ્‍વે પ્‍લેટફોર્મમાં સુનીલદત્તને પ્રથમ ચાન્‍સ આપ્‍યો. આ સમયગાળામાં જામેલા કલાકારોમાં દેવઆનંદ રાજકપૂર દિલિપકુમાર વિગેરેની એક એકથી ચઢીયાતી ફિલ્‍મો બનતી. એમની સામે ટક્કી રહેવું કઠીન હતું છતાં હિંમત હાર્યા વગર પોતાની આગવી સ્‍ટાઇલ અપનાવી ઇન્‍ડસ્‍ટ્રીઝમાં સફળતા મેળવી હતી. બી.આર.ચોપરાની ‘એકહી રસ્‍તા' પ્રથમ સિલ્‍વર જયુબિલી ફિલ્‍મ હતી.

૧૯૫૭માં બનેલી ‘મધર ઇન્‍ડિયા' ભારતની સર્વશ્રેષ્‍ઠોમાંની એક ફિલ્‍મ છે. આ ફિલ્‍મમાં સુનિલદત્તે નરગીસનાં માથાભારે દિકરા બિરજુનો રોલ કરેલ ફિલ્‍મનાં સેટ ઉપર જરૂર કરતાં વધારે આગ લાગી. આગની મોટી મોટી જવાળામાં અભિનેત્રી નરગીસ ફસાઇ ગયેલાં સુનિલદત્તે પોતાનો જીવ જોખમમાં મૂકીને નરગીસને બચાવી લીધાં આ ઘટનાથી બન્ને એકબીજાની નજીક આવી ગયેલાં થોડાં દિવસોમાં ધર્મનાં ભેદભાવ વગર બન્‍નેએ લગ્ન કરી લીધા.

સુનિલદત્તે પોતાનાં ઘરનાં અજન્‍તા આર્ટ નામની કંપની બનાવી ફિલ્‍મો આપી. ફિલ્‍મ ‘રેશ્‍મા ઔર શેરા' માં સુપર સ્‍ટાર અભિતાભ બચ્‍ચને એક નાની એવું મુંગા સાથીદારનું પાત્ર ભજવેલ હતું. પોતાના દિકરા સંજયદત્તને લઇને ફિલ્‍મ ‘રોકી' બનાવી ૧૯૬૯માં નરગીસ બિમાર પડયાં તેમને ન્‍યૂયોર્કની સલોન કેન્‍સર સેન્‍ટરમાં સારવાર માટે લઇ ગયાં ફિલ્‍મ ‘રોકી'ની રજૂઆત થાય તે પહેલાં એક મહિને નરગીસનું અવસાન થયું

સુનિલદત્તની સફળ ફિલ્‍મોમાં હમરાજ મિલન, ખાનદાન, ગીતા મેરાનામ, નાગીન, મેરા છાયા, ભાઇ ભાઇ વિગેર ગણાવી શકાય. લોહીની કેન્‍સરથી પીડાતા બાળકો માટે ફિલ્‍મ દર્દ કા રિસ્‍તા બનાવી આ ફિલ્‍મની તમામ આવક કેન્‍સર હોસ્‍પિટલને દાનમાં અર્પણ કરી માનવતાનું ઉત્તમ કાર્ય કરેલ ભારત તેમનો પ્રિયદેશ હતો. ઇન્‍દિરાગાંધીની હત્‍યા બાદ થોડા દિવસોમાં રાજકીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા આમ અભિનેતામાંથી નેતા બનેલાં સુનિલદત્તને પ્રચંડ બહુમતી મેળવી સાંસદ બન્‍યાં

તારીખ ૨૫મીમે ૨૦૦૫માં તેમનું મૃત્‍યુ થયું. આજે તેમનાં પુત્ર સંજય દત્ત ફિલ્‍મ જગતમાં નામનાં મેળવી ચૂકયાં છે તેમની એક પુત્રી નમ્રતા દત્ત જે સ્‍વ. રાજેન્‍દ્રકુમારના દિકરા કુમાર ગૌરવને પરણી છે. જયારેપોતાની બીજી પુત્રી પ્રિયા દત્ત પિતાનાં પગલે-પગલે ચાલી કોંગ્રેસ પાર્ટીમાં સાસંદ રહી ચૂકી છે. સ્‍વ. સુનિલદત્ત આજેય રાજકીય નેતા અને ફિલ્‍મ જગતમાં અભિનેતાં તરીકે યાદ આવે છે.

સંકલન : રાઠોડ આર.એમ.એન.‘રવિ' 

રાજકોટ મો. ૯૯૭૮૮ ૧૮૩૩૯

(4:10 pm IST)