Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ડીલકસ ચોકમાં વકીલની મર્સીડીઝ કાર સાથે એસ.ટી.બસ અડી જતા નુકસાની

જામનરગના એડવોકેટ નિલેશભાઇ મંગેની બી-ડીવીઝન પોલીસમાં બસના ચાલક અશોકસિંહ ચુડાસમા સામે ફરિયાદ

રાજકોટ તા.રપઃ કુવાડવા રોડ પર ડીલકસ ચોકમાંથી પસાર થતા જામનગરના એડવોકેટની મર્સીડીઝ કાર સાથે એસ.ટી. બસ અડી જતા કારમાં નુકસાની થતા બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

 મળતી વિગત મુજબ જામનગરના રાજનગર સોસાયટી શેરી નં.૫માં રહેતા વકીલ નીલેશભાઇ કરશનભાઇ મંગે ે(ઉ.વ.૫૦) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નીલેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે જામનગર ડીસ્‍ટ્રીક કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. ગઇકાલે પોતે પત્‍ની સાથે નાનાભાઇની જીજે-૧૦-સીજી-૯૦૩૦ નંબરની કાર લઇને રણછોડનગર શેરી નં.પ માં રહેતા સંબંધીને ત્‍યાં મળવા માટે ગયા હતા. બાદ ત્‍યાંથી જામનગર જવા માટે કારમાં બેસી જતા હતા. ત્‍યારે કુવાડવા રોડ પર ડીલકસ ચોકમાં કાર આગળ એક જીજે-૧૮-ઝેડ-૮૯૬૭ નંબરની એસ.ટી. બસના ચાલકે જમણી બાજુ વળાંક લેતા જે બસની જમણી બાજુ પાછળ પહોંચતા પોતે હોર્ન વગાડતા બસના ચાલકે કોઇ પ્રતિક્રિયા ન આપી પોતાની બસ ચલાવ્‍યે રાખી અને કારના આગળ ડાબી બાજુમાં અચાનક વણાંક વાળતા અડી જતા કારમાં લીસોટો પડી જતા ચાલકે બસ ઉભી રાખી દીધી હતી. પોતાની કારમાં નુકસાની થયેલ હોય તેથી પોતે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ આવી જતા બંને પક્ષને બી-ડીવીઝન પોલીસ મથકમાં લઇ ગયા બાદ પોતે ફરિયાદ નોંધાવતા પોલીસે એસ.ટી. બસના ચાલક અશોકસિંહ સહદેવસિંહ ચુડાસમા (ઉ.વ.૪૪) (રહે.દેવચડીગામ, તા.ગોંડલ) સામે ગુનો દાખલ કરી હેડકોન્‍સ.એચ.જે. જોગડાએ તપાસ હાથધરી છે

(12:03 pm IST)