Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ભોમેશ્‍વર પ્‍લોટમાં રસીદાબેન જુણેજાના ઘર પર સોડા બોટલના ઘા કરી તોડફોડ

ચાર મહિના પહેલા દીયર સાથે થયેલી મારામારીમાં સમાધાન કરવા બાબતે ડખ્‍ખો કર્યોઃ મહિલાની ગાંધીગ્રામ પોલીસમાં આરીફ કયડા, રઘુ સહિત ચાર સામે ફરિયાદ

રાજકોટ તા.૨૪: શહેરના ભોમેશ્‍વર પ્‍લોટમાં અગાઉ થયેલી મારામારીના કેસમાં સમાધાન કરવા બાબતે ચાર શખ્‍સોએ મહિલાના મકાન પર સોડા બોટલના ઘા કરી તોડફોડ કરી ધમાલ મચાવ્‍યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભોમેશ્‍વર પ્‍લોટ શેરી નં.૧૨માં રહેતા રસીદાબેન મુનાફભાઇ જુણેજા(ઉ.વ.૪૯) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આરીફ ઓસમાણ કપડા, રઘુ તથા બે અજાણ્‍યા શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી છે. રસીદાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતાના દિયર વસીમ જુણેજાએ ચારેક મહિલા આરીફ કપડા અને તેના ભાઇ મોહસીન કપડા સાથે અગાઉ પ્ર.નગર પોલીસ મથકમાં મારામારી અંગેની ફરિયાદ કરી હતી. જે ફરીયાદ બાબતેનો કેસ દીયરને કોર્ટમાં ચાલુ છે. જેથી પોતાના દિયરના કેસમાં સમાધાન કરવા માટે આરીફે અવારનવાર કહેતો હોઇ પરંતુ દિયરે સમાધાન કરવાની ના પાડી હતી અને તા.રર ના રોજ રાત્રે આરીફ કયડાએ પરા બજારમાં જલારામ ભેળવાળા સાથે મારામારી કરેલ હોવાની માહીતી પોતાના દિયર વસીમભાઇ જુણેજાને મળતા તે તથા તેની પત્‍ની બંનેને ડર લાગેલ કે આ આરીફ કપડા પોતાના ઘરે પણ આવી ઝઘડો કરશે તેવી બીકના કારણે તેઓ બંને પતિ- પત્‍ની પોતાના ઘરે આવ્‍યા હતા. પોતે તથા બંને પુત્રવધુ પોતપોતાના રૂમમાંખ સુતા હતા ત્‍યારે મોડી રાત્રે રૂમની બાલ્‍કનીનો કાચ તુટવાનો અવાજ આવતા પોતે તુરત જાગીને બારીમાંથી નીચે જોતા આરીફ, તેની સાથે ત્રણ શખ્‍સો ઉભા હતા જેમાં આરીફ કપડાના હાથમાં ખાી કાચની સોડાની બોટલ હતી અને તે ગાળો બોલતો હતો અને કહેતો હતો કે વસીમભાઇ જુણેજાએ અમારી ઉપર જે પોલીસ ફરિયાદ કરી છે જે કેસમાં તમે બધા સમાધાન કરાવી લ્‍યો નહીંતર તમને કોઇને જીવતા નહી રહેવા દઇ' તેમ ધમકી આપી ચારેય બે બાઇક પર જતા રહયા હતા. બાદ આ બનાવ અંગે પોતે દિયર અને તેની પત્‍નીને ઉઠાડીને જાણ કર્યા બાદ પોતાના ઘરના સી.સી.ટી.વી. કેમેરા જોતા દિયર આ ચાર શખ્‍સોમાં આરીફ તથા તેની સાથે રઘુ હોવાથી તેને ઓળખી ગયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પી.એસ.આઇ.એસ.બી. જાડેજાએ તપાસ હાથધરી છે

(4:22 pm IST)