Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

તુ હોટ લાગે છે, આઇ લવ યુ...કહી સગીરાને પજવતો, ઢીકો મારી સાઇકલ સહિત પછાડી દીધીઃ પોલીસે ઢગાને પકડયો

૨૧ વર્ષનો ચેતન ૧૪ વર્ષની બાળાને એક મહિનાથી સતત પરેશાન કરતો હતો બી-ડિવીઝન પોલીસે છેડતી-પોક્‍સો હેઠળ કાર્યવાહી કરી રોહીદાસપરાના શખ્‍સ સામે કડક કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૫: સગીરાઓની છેડતી પજવણી નિર્લજ્જ હુમલાની બની રહેલી ઘટનામાં વધુ એકનો ઉમેરો થયો છે. કુવાડવા રોડ રોહીદાસપરામાં રહેતો૨૧ વર્ષનો ચેતન નરેન્‍દ્રભાઇ સાગઠીયા ૧૪ વર્ષની બાળાની એક મહિનાથી છેડતી કરતો હતો. આઇ લવ યુ કહી, આંખ મારી બાળાને પણ પોતાની સામે આંખ મારવાનું કહેતો અને તું સાડી પહેરે તો મસ્‍તીની લાગીશ, તું હોટ લાગે છે...એવું રસ્‍તામાં કહી હેરાન કરતો હોઇ તેમજ ગઇકાલે બાળા સાઇકલ લઇને નીકળી ત્‍યારે વાળને સ્‍પર્શ કરી વાળ ખેંચી તેણીને ઢીકો મારી સાઇકલ સહિત પછાડી દઇ ઇજા પહોંચાડતાં દેકારો મચી ગયો હતો.

આ બનાવમાં પોલીસે ભોગ બનેલી બાળાના માતાની ફરિયાદ પરથી કુવાડવા રોડ રોહીદાસપરામાં રહેતાં ચેતન નરેન્‍દ્રભાઇ સાગઠીયા (ઉ.વ.૨૧) વિરૂધ્‍ધ છેડતી, પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કડક કાર્યવાહી કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્‍યું છે કે મારે બે સંતાન છે જેમાં એક દિકરી ચોૈદ વર્ષ અને પાંચ મહિનાની છે. મારી દિકરીની ચેતન સાગઠીયા છેલ્લાએક મહિનાથી છેડતી કરે છે અને તેણીને હેરાન કરે છે. ૨૩મીએ બપોરે મારી દિકરી ઘરે નજીક હતી ત્‍યારે ચેતને આવીને ‘આઇ લવ યુ ' કહ્યું હતું તેમજ ‘તું બહુ હોટ લાગે છે, સાડી પહેરે તો બહુ મસ્‍તીની લાગે' તેમ કહેતાં  મારી દિકરીએ ચેતનને આવી છેડતી કરવાની ના પાડી હતી. ગઇકાલે શુક્રવારે મારી દિકરી સાઇકલ હંકારીને ભુષણ સ્‍કૂલ પાસેથી પસાર થઇ રહી હતી ત્‍યારે ચેતન એક્‍ટીવા લઇને પાછળ આવ્‍યોહ તો અને પીછો કર્યો હતો તેમજ ફરીથી છેડતી કરી હતી. તેણે મારી દિકરીના વાળને અડી વાળ ખેંચ્‍યા હતાં.

દિકરીએ આવુ કરવાની ના પાડતાં તેણે મારી દિકરીને ઢીકો મારી પછાડતાં તે સાઇકલ સહિત પડી ગઇ હતી. જેના કારણે જમણા હાથની આંગળીમાં ઇજા  થઇ હતી અને નખ નીકળી ગયો હતો. આ બનાવ બન્‍યો ત્‍યારે લોકો ભેગા થઇ ગયા હોઇ કોઇએ ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસની ગાડી આવી હતી અને દિકરીને પોલીસ સ્‍ટેશને લઇ ગયેલ. મને જાણ થતાં હું પણ પહોંચ્‍યો હતો.

ફરિયાદીએ આગળ કહ્યું હતું કે દસેક દિવસ પહેલા પણ મારી દિકરી રોહીદાસપરામાંથી નીકળી ત્‍યારે ચેતને તેણી સામે આંખ મારી હતી અને મારી દિકરીને પણ આંખ મારવાનું કહ્યું હતું. મારી દિકરી જ્‍યારે પણ બહાર નીકળે ત્‍યારે ચેતન તેની પાછળ જઇ સતામણી કરી છેડતી કરતો હોઇ અને એકાદ મહિનાથી તે આ રીતે હેરાન કરતો હોઇ અંતે અમે ફયિરાદ કરી છે. પીઆઇ આર. જી. બારોટ, હિતેષભાઇ ગઢવી સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્‍યું છે. તે અગાઉ ઇમિટેશનનું મજૂરી કામ કરતો હતો.

 

(5:03 pm IST)