Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ઉત્તર પ્રદેશના અપહરણના ગુનામાં ચાર વર્ષથી ફરાર રામલાલ યાદવને રાજકોટ આજીડેમ પોલીસે પકડી લીધો

રાજકોટઃ હાલ રાજકોટના લોઠડા ગામે રહી મજૂરી કરતો મુળ યુપીના ગોંડા જીલ્લાના ખરગુપુર તાબેના ભરજોતીયા ગામનો રામલાલ રામકુમાર યાદવ (ઉ.વ.૨૪) ઉત્તર પ્રદેશના સવસ્તી જીલ્લાના નવીન માર્ડમ પોલીસ સ્ટેશનના આઇપીસી ૩૬૩ મુજબના અપહરણના ગુનામાં ચાર વર્ષથી ફરાર હોવાની બાતમી આજીડેમ પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના શૈલેષભાઇ નેચડા અને કુલદિપસિંહ જાડેજાને મળતાં સીપી, જેસીપી તેમજ ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં એએસઆઇ યશવંત ડી. ભગત, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. શૈલેષભાઇ નેચડા, કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા, ઉમેદભાઇ ગઢવી અને ભીખુભાઇ મૈયડે પકડી લઇ યુપી પોલીસને સોંપવા તજવીજ કરી હતી.

(10:48 am IST)