Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

આજીડેમ ચોકડી પાસેથી ભરત ચાવડા બે ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડાયો

ડીસીપી ઝોન -૧ની એલસીબીનો દરોડો

રાજકોટતા. ૨૪ : આજીડેમ ચોકડી નજીક એક શખ્‍સને બે ચોરાઉ મોબાઇલ ફોન સાથે ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમ ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે એક શખ્‍સ ચોરાઉ મોબાઇલ સાથે ઉભો હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને સત્‍યજીતસિંહ જાડેજાને બાતમી મળતા આજીડેમ ચોકડી નજીક દરોડો પાડી ભરત કીશોરભાઇ ચાવડા (ઉ.વ.૩૧) (રહે. ગોંડલ, જેતપુર રોડ વૃંદાવન-૫ રાજમોલ પાસેથી પકડી લઇ રૂા. ૧૫,૦૦૦ની કિંમતના બે ચોરાઉ મોબાઇલ કબ્‍જે કર્યા હતા.

આ કામગીરી પી.એસ.આઇ બી.વી. બોરીસાગર, એ.એસ.આઇ આર.એચ.કોડીયાતર, હેડ કોન્‍સ. વિજેન્‍દ્રસિંહ, ધર્મરાજસિંહ, કોન્‍સે જીતુભા, હિતેશભાઇ, રવિરાજભાઇ , દિવ્‍યરાજસિંહ, સત્‍યજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:18 pm IST)