Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આઝાદ ભારતની પ્રથમ ચુંટણી (૧૯૫૧-૫૨)માં ડો. આંબેડકર અને આચાર્ય કૃપલાણી હારી ગયેલા!

દેશની લોકશાહી સામે સતત ઉભા થતા ઘાતક પરિબળોથી પ્રજા ખૂબ જ ચિંતીત છે ત્‍યારે જાણો પ્રથમ ચૂંટણીની રસપ્રદ વિગતો  : એ સમયે દેશની વસ્‍તી ૩૬ કરોડની હતી અને મતદારો ૧૭ કરોડ ૩૨ લાખ હતા : આ ચૂંટણીમાં ૫૬૦૦૦ પ્રિસાઇડીંગ ઓફિસર અને ૨,૮૦,૦૦૦ સરકારી કર્મચારીઓએ ફરજ બજાવેલ : આ ચૂંટણી માટે ૨૨૪૦૦ પોલીંગ બુથ ઉભા કરેલ ૨૫.૮૦ લાખ બેલેટ બોકસ અને ૬૨ કરોડ બેલેટ પેપર છપાવેલ : ચૂંટણી કમિશનર પદે બંગાળના ચીફ સેક્રેટરી પદે સુકુમાર સેનની વરણી કરવામાં આવેલ : સમગ્ર ચૂંટણીનો સરકારી ખર્ચ : ૧૦ કરોડ ૪૫ લાખ થયેલ : દેશમાં સતત વધતા જતા જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ અને કટ્ટર ધાર્મિકતા જેવા પરિબળો તથા પક્ષપલ્‍ટા જેવા દુષણ તંદુરસ્‍ત લોકશાહી માટે ખૂબ જ ચિંતાજનક છે  : કોંગ્રેસ પક્ષ ૪૫% મત મેળવી લોકસભાની ૩૬૪ બેઠક જીતેલ અને વિવિધ રાજ્‍યોની ૨૨૪૭ વિધાનસભાની સીટ ઉપર જીત પ્રાપ્‍ત કરેલ : આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી સને. ૧૯૫૧-૫૨માં લોકસભાની ૪૮૯ બેઠક માટે અને દેશના ૨૨ રાજ્‍યોની ૩૨૮૦ વિધાનસભાની બેઠકો માટે યોજાયેલ

રાજકોટ : જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ રાજયના રસપ્રદ બનતા જતા ચુંટણી જંગ સમયે પ્રજાને દેશની પ્રથમ ચુંટણીની અતિ રસપ્રદ વિગતો સાથે આઝાદીના ૭પ વર્ષ બાદ  દેશની  તંદુરસ્‍ત લોકશાહી સામે સતત વધતા જતા ઘાતક પરીબળોના પ્રભાવોથી દેશની તંદુરસ્‍ત લોકશાહી ઉપર ખતરો વધી રહેલ હોવાની દેશના બુઘ્‍ધીજીવી  અભ્‍યાસુ અને મનન મંથન કરતા વર્ગની ચિંતા સતત વધી રહી છે.

પ્રિય વાંચકો પ્રથમ દેશની પ્રથમ ચુંટણીની અતિ રસપ્રદ વિગતો જાણીએ. સદીઓની વિદેશી હકુમતો, મુસ્‍લીમ બાદશાહો તથા દેશી મહારાજાઓ રાજાઓની સતાનો અંત ૧પ ઓગષ્‍ટ- ૧૯૪૭ ના રોજ આવ્‍યો હતો અને ભારતે વિશ્‍વના નકશામાં આઝાદ  ભારતનું સ્‍થાન પ્રાપ્‍ત કરેલ ને ર૬ જાન્‍યુઆરી ૧૯પ૦ ના રોજ અજોડ બંધારણ અમલમાં મુકી દુનીયામાં એક મોટા લોકશાહી દેશનો દરજજો હાંસલ કરેલ.

વિશાળ દેશમાં અનેક નાના- મોટા રાજયો આ રાજયોમાં અનેક જ્ઞાતિઓની પ્રજા આ  પ્રજાઓની અનેક ભાષાઓ અને અસંખ્‍ય ધર્મમાં શ્રઘ્‍ધા  ધરાવતી ૩૬ કરોડની પ્રજા એકજુટ રહીને પ્રજાતંત્રના માળખામાં કેવીરીતે જોડાયેલી રહેશે એ જોવા તે સમયે દુનીયા આતુર હતી.

ર૧ મી જાન્‍યુઆરી ૧૯પ૦ ના રોજ લોકતંત્રના મુખ્‍ય  આધાર સ્‍થંભ સમા ચુંટણી પંચની રચના કરવામાં આવેલ અને પ્રથમ ચુંટણી કમીશ્‍નર પદે બંગાળના બાહોશ  ચીફ સેક્રેટરી સુકુમાર સેનની નીમણુંક કરવામાં આવેલ.

પ્રથમ ચુંટણી સમયે દેશની ૩૬ કરોડની વસતી હતી પરંતુ આ વસતીનો ૮૦ ટકાથી વધુ વર્ગ સાવ અભણ અક્ષર જ્ઞાન વગરનો હતો જેથી અતિ લાંબી અને મુશ્‍કેલ પ્રક્રિયા બાદ ચુંટણી પંચ ૧૭ કરોડ ૬૦ લાખની મતદાર યાદી બનાવેલ આ મતદાર યાદીમાં અભણતાને કારણે અને ખરાબ કુરીવાજને કારણે લાખો મહીલાઓનો આ મતદાર યાદીમાં સમાવેશ થઈ શકેલ નહિ

૧૯પ૧-પર ની પ્રથમ ચુંટણી ૪૮૯ લોકસભાની બેઠક અને રર રાજયોની ૩ર૮૦  ધારા સભ્‍યોની બેઠકો માટે યોજાયેલ. આ ચુંટણીમાં પ૬૦૦૦૦ પ્રિસાઈડીંગ ઓફીસર અને  ર૮૦૦૦૦૦ સરકારી કર્મચારીઓએ ફરજ બજાવેલ. આ ચુંટણી માટે રર૪૦૦ પોલીગ બુથ ઉભા કરેલ રપ.૮૦ લાખ બેલેટ બોકસ અને  ૬ર કરોડ બેલેટ પેપર છાપવામાં આવેલ.

પ્રથમ ચુંટણીમાં નાના- મોટા  પ૩ રાજકીય પક્ષોએ સતા પ્રાપ્‍ત કરવા પોતાના ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતારેલા.

આ ચુંટણીમાં ૪પ.૭ ટકા મતદાન થયેલ જેમાં કોગ્રેસ ૪પ ટકા મત મેળવી લોકસભાની ૩૬૪ બેઠકો ઉપર જીત હાંસલ કરેલ તથા રર રાજયોની રર૪૩ વિધાનસભાની સીટો ઉપર વિજય મેળવેલ અન્‍ય પક્ષોને ફાળે ૧રપ બેઠક ગયેલ જેમાં સૌથી વધુ સી.પી. એમ. પક્ષને ૧૬ બેઠક મળેલ.

આ ચુંટણીમાં કેટલાક આંચકાજનક પરીણામ આવેલ આચાર્ય શ્રી કૃપલાણી અને કદાવર દલીત નેતા ડો. આંબેડકર અનામત બેઠક ઉપર પરાજય પામેલ.

આ ચુંટણી સમયે સૌરાષ્‍ટ્ર પણ એક રાજય હતું અને તેની ૬૦ વિધાનસભાની બેઠકો ઉપર ચુંટણી થયેલ જેમાં કોગ્રેસ પક્ષનો પપ સીટ ઉપર વિજય પામેલ.

પ્રથમ ચુંટણીમાં સરકારી ખર્ચ ૧૦ કરોડ  ૪પ લાખ થયેલો (મતદારો ૧૭ કરોડ ૬૦ લાખ)

શ્રી જવાહરલાલ નહેરૂએ વડાપ્રધાન પદના બે વખત શપથ લીધેલ ૧પ ઓગષ્‍ટ ૧૯૪૭માં માઉન્‍ટ બેટનના હસ્‍તે અને ૧પ એપ્રિલ ૧૯પરના રોજ પ્રથમ રાષ્‍ટ્રપતિશ્રી રાજેન્‍દ્ર પ્રસાદે શપથ લેવડાવેલ.

લોકશાહીમાં સમયસર પારદર્શક ચુંટણીએ  મહત્‍વનો સ્‍થંભ છે મતદારો લોભ લાલચ વગેરેથી દુર રહી વ્‍યાપક પ્રમાણમાં મત અધિકારીનો ઉપયોગ કરે એ ખુબ જ જરૂરી છે આઝાદીના ૭પ વર્ષ બાદ આપણા વિશાળ દેશમાં કમનશીબે જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ અને કટર ધાર્મિક અને ચુંટણીમાં બેફામ ખર્ચથી  સમગ્ર દેશમાં આર્થિક ભષ્‍ટાચાર ખુબ જ વધતા જાય છે  અને વિવિધ રસમથી જન આધાર મેળવી લોકશાહીના મંદીરો લોકસભા રાજયસભા અને ધારાસભામાં જેલમાં હોવા જોઈએ એવા અનેક ગુનેગારો પ્રવેશ મેળવે છે. સત્તા અને સંપતી માટે પક્ષ પલ્‍ટાના સતત વધતા જતા ગંભીર રોગથી પ્રજા ખૂબ જ દુઃખી છે. 

આ બાબતો લોકશાહી માટે અને આમ જનતા માટે દુઃખદ  પીડાજનક છે સાથો સાથ વિશાળ  દેશમાં સંકુચિત માનસ અને  માત્ર રાજયહિત સાથે વધતા પ્રાદેશીક પક્ષો પણ લોકશાહી માટે હાનીકારક સાબીત થઈ શકે છે  આ તમામ મુદાઓ અંગે પ્રજાએ સજાગ અને સત્‍વરે જાગૃત થવું દેશ અને લોકશાહી માટે ખુબ જ જરૂરી છે.

તખુભા રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(4:34 pm IST)