Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સિવિલ હોસ્‍પિટલમાં તબીબનો મોબાઇલ ચોરી કરનાર સગીર સહિત બેને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

એ.એસ.આઇ.રાજદીપસિંહ ગોહિલ, રણજીતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ગોહિલની બાતમીઃ ફરદીન અને ગીરને એસ.ટી.બસ સ્‍ટેન્‍ડ પાછળથી ઝડપી લીધા

રાજકોટ તા. ર૩ : શહેરની સિવિલ હોસ્‍પિટલના ઓર્થોપેડીક વિભાગમાં તબીબનો મોબાઇલ ચોરી કરનાર સગીર સહિત બે શખ્‍સને ક્રાઇમ બ્રાંચે એસ.ટી. બસ સ્‍ટેશન પાછળથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના એસ.ટી. બસ સ્‍ટેશન પાછળ એક શખ્‍સ ચોરાઉ મોબાઇલ વેચવા આવ્‍યો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ.રાજદીપસિંહ ગોહિલ, કોન્‍સ રણજીતસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ગોહીલને બાતમી મળતા એસ.ટી.બસ સ્‍ટેશન પાછળથી ફરદીન ફીરોજભાઇ સુમરા (ઉ.ર૦) (રહે. ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર) અને એક સગીરને બે ચોરાઉ મોબાઇલ ફોન કબ્‍જે કર્યો હતો. તેની પુછપરછ કરતા ચારેક મહિના પહેલા સિવિલ હોસ્‍પિટલમાં ટ્રોમા સેન્‍ટરમાં ફરજ બજાવતા તબીબ ડો. સુરેશભાઇ સુથારનો મોબાઇલ ફોન ચોરી કર્યાની કબુલાત આપી હતી અગાઉ ઘરફોડ ચોરી અને મોબાઇલ ચોરીના ગુન્‍હામાં ગાંધીગ્રામ અને પ્રનગર પોલીસ મથકમાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પી.આઇ.બી.ટી.ગોહેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એ.એન.પરમાર, એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, કોન્‍સ રણજીતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(5:03 pm IST)