Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વધુ એક સ્‍પે. ઓબર્ઝવર બી. મૂરલીકુમાર રાજકોટમાં : ૧૦ લાખથી વધુના વ્‍યવહારો ઉપર વોચ : નિરિક્ષકો સાથે બેઠક

રાજકોટ તા.૨૩ : કેન્‍દ્રીય અને રાજ્‍ય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ સંપૂર્ણ ન્‍યાયી વાતાવરણમાં યોજાય તેની પુરી તકેદારી સાથે દરેક જિલ્લા ચૂંટણી તંત્રને માર્ગદર્શન પૂરું પાડીને કામગીરી કરી રહ્યું છે. જેને અનુલક્ષીને આજરોજ કલેકટર કચેરી ખાતે કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્‍ત થયેલ સ્‍પેશિયલ ખર્ચ નિરીક્ષકશ્રી બી. મુરલીકુમારના અધ્‍યક્ષ સ્‍થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાં ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુએ પ્રેઝન્‍ટેશન મારફત ચૂંટણી ખર્ચ સંબંધિત કરેલી કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. ઉપરાંત શંકાસ્‍પદ રોકડ, જપ્ત થયેલ ડ્રગ્‍સ, દારૂ અને ગોલ્‍ડ ઉપર કરવામાં આવેલી કાર્યવાહી વિશે વિગતવાર જાણકારી આપી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બેંકો દ્વારા ૧૦ લાખથી વધુની રકમના વ્‍યવહારોના ડેઈલી રિપોર્ટ પણ મંગાવવામાં આવે છે અને શંકાસ્‍પદ આર્થિક વ્‍યવહારો ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે.તલસ્‍પર્શી માર્ગદર્શન સાથે સ્‍પેશિયલ ખર્ચ નિરીક્ષકશ્રીએ બી.મુરલીકુમારે સર્વે ખર્ચ નિરીક્ષકશ્રીઓ સાથે તેમના દ્વારા થયેલી કામગીરી અંગે ચર્ચાઓ કરી હતી. નાકાઓ ઉપર લ્‍લ્‍વ્‍ અને જ્‍લ્‍વ્‍ની કામગીરી અંગે માહિતી મેળવીને શંકાસ્‍પદ કેસનું ત્‍વરિત નિવારણ કરવાનું સૂચન આપ્‍યું હતું. સાથો સાથ બુથ મેનેજમેન્‍ટ, ઇન્‍કમટેક્‍સ અને જી.એસ.ટી. વિભાગની કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

 આ બેઠકમાં ખર્ચ નિરીક્ષકશ્રી જનાર્દન એસ., શ્રી બાલા ક્રિષ્‍ના એસ., શ્રી શૈલેન સમદર, શ્રી અમિતકુમાર સોની, ચૂંટણી ખર્ચ નોડલ અધિકારીશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચર અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:30 pm IST)