Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાને રોકડ સાથેનું પર્સ રાહદારીને પરત કર્યુ

એસીપી ટ્રાફિક જે. બી. ગઢવીએ અભિનંદન પાઠવ્યા

રાજકોટઃ શહેરના સેકટર ૩ વિભાગ કેકેવી ચોક ખાતે ટ્રાફિક નિયમનની ફરજમાં રહેલા  રોજ સેકટર -૩ ના કેકેવી ચોક ખાતે ટ્રાફિક નિયમનની ફરજમાં હાજર રહેલા એએસઆઇ સુરેશભાઈ મોહનભાઈ તથા ટીઆરબી જવાન વાઘેલા પરેશ કેશુભાઈ તથા બાબરીયા મહિપત ભાણાભાઈને કેકેવી ચોકમાંથી રોકડા દસ હજાર તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ સાથેનું પર્સ મળી આવતાં તપાસ કરી મુળ માલિક દિલીપભાઇ લક્ષમણભારઇ સારડીયાને શોધી તેને પરત કરતાં તેણે આ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનનો આભાર વ્યકત કર્યો હતો. એસીપી ટ્રાફિક જે. બી. ગઢવીએ આ ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

(3:54 pm IST)