Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

બામણબોરમાં પ્રદુષણ યુકત પાણી નદી-તળાવમાં ભળતું અટકાવોઃ મતદાન બહિષ્કારની ચીમકી

સરપંચ-ઉપસરપંચ અને ગ્રામજનોની આગેવાનીમાં વધુ ઍક વખત રજૂઆત

રાજકોટઃ તાલુકાના બામણબોરમાં અમુક ફેકટરીઓનું કેમિકલ યુકત પાણી ગામની નદી અને તળાવમાં ભળી જતું હોઇ આ કારણે ગામ લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થઇ રહ્યો છે. આ મામલે અગાઉ પણ કલેકટર તંત્ર, પ્રદુષણ વિભાગને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થઇ હોઇ આજે ફરી વખત ગામના સરપંચ વિક્રમભાઇ સરપંચ વિક્રમભાઇ બસીયા અને ઉપસરપંચ ભીખુભાઇ રાઠોડની આગેવાનીમાં ફેકટરીના માલિકોને મળી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતાં. જો સત્વરે આ પ્રશ્નનો નિવેડો નહિ આવે તો ગામલોકો દ્વારા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. બામણબોરથી બાબુલાલ ડાભીએ તસ્વીરો મોકલી વિગતો જણાવી હતી.

(3:46 pm IST)