Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

નવાગામ રંગીલા સોસાયટી પાસેથી કલ્‍પેશ ઉર્ફે કલજી ચોરાઉ બાઇક સાથે પકડાયો

કુવાડવા પોલીસે પકડી લઇ ચોરાઉ બાઇક કબ્‍જે કર્યું

રાજકોટ,તા.૨૩ : કુવાડવા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી પાસેથી કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ નવાગામ આણંદપર પાસે એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્‍સ અરવિંદભાઇ મકવાણા, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજાને બાતમી મળતા રંગીલા સોસાયટી નદીના કાંઠા પાસેથી જી.જે. ૩ ડીવી-૯૨૬૯ નંબરના ચોરાઉ બાઇક સાથે કલ્‍પેશ ઉર્ફે કલજી ભાવાભાઇ મેર (ઉવ.૨૭) (રહે. રંગીલા સોસાયટી) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. તેની પુછપરછ કરતા તેણે આ બાઇક દોઢક મહિના પહેલા માધાપર દ્વારકાધીશ પેટ્રોલપંપ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પી.આઇ. કે. એમ. ચોૈધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.ડી. વસાવ, હેડ કોન્‍સ. અજીતભાઇ લોખીલ, રાજેશભાઇ મિયાત્રા, અરવિંદભાઇ મકવાણા, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, દેવેન્‍દ્રસિંહ જાડેજા તથા મુકેશભાઇ સબાડ દ્વારા કરવામાં આવી હતી.

(3:14 pm IST)