Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજકોટ જીલ્લાની દરેક બેઠકના મતદાન વિભાગોમાં ફર્સ્ટ એઇડ કીટ - દવાઓ - એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ સ્ટેન્ડ બાય રાખવા આદેશ

રાજકોટ તા.૨૨ :  મતદાતાઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો અનુભવ કર્યા વિના ખૂબ જ સહજ અને સરળતા સાથે લોકશાહીના પર્વમાં જોડાઈને મતદાન કરી શકે તે માટે કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણીપંચે દરેક બાબતોનું ધ્યાન રાખ્યું છે. યુવા મતદારોથી લઈને દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદાતાઓ માટે અનેકવિધ સુવિધાઓ પુરી પાડી રહ્યા છે. ટેકનોલોજીના સંગમ સાથે ચૂંટણી સંબંધિત અનેક એપ્લિકેશન્સ ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે વધૂમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સ્ટાફ અને સર્વે મતદાતાઓના આરોગ્યનું ધ્યાન રાખીને પ્રાથમિક આરોગ્યલક્ષી સુવિધાઓનું આયોજન હાથ ધરવામાં આવશે.

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮ વિધાનસભા મતદાન વિભાગોમાં મહાનગરપાલિકા મત વિસ્તાર માટે નાયબ આરોગ્ય અધિકારી/એપેડીમક મેડિકલ ઓફિસરશ્રીને સબ નોડલ તરીકે અને જિલ્લા સંબંધિત મત વિસ્તાર માટે જિલ્લા સર્વેલન્સ ઓફિસરને સબ નોડલ તરીકે નિયુકત કરવાની સાથે પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જે અન્વયે મતદાન મથકે પ્રાથમિક સારવાર કીટ (ફર્સ્ટ એઇડ કીટ), ડિસ્ટ્રીક/કોર્પોરેશન હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ટીમ જરૃરી દવાઓ, સાધન સામગ્રી, એમ્બ્યુલન્સ વાન સહિતની સુવિધાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

વધુમાં ૮ વિધાનસભા મતદાર વિભાગના ૮ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ખાતે પણ મતદાનના દિવસે અને મતદાનના આગલાં દિવસે પ્રાથમિક સારવાર માટેની જરૃરી કીટ અને ડોકટરોની ટીમની વ્યવસ્થા રાખવામાં આવશે.

(3:14 pm IST)