Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મગફળીની પુષ્કળ આવકો છતાં સીંગતેલના ભાવો ઘટતા જ નથી ! વધુ ૧૦નો ઉછાળો

ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં ૬૦ અને કપાસીયા તેલમાં ૩પ રૂ.નો ભાવ વધારો : સટ્ટાકીય તેજી અંગે પગલા જરૂરી

રાજકોટ, તા.ર૩ : સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો મગફળીની આવકોથી છલોછલ થઇ રહ્યા છે ત્યારે સીંગતેલના ભાવો ઘટવા જોઇએ તેના બદલે દિનપ્રતિદિન વધતા જાય છે. આજે સીંગતેલ ડબ્બે વધુ ૧૦ રૂ.નો ઉછાળો થતાં સીંગતેલ નવા ડબ્બાનો ભાવ ર૩૦૦ રૂ.ની સપાટી તરફ સરકી રહ્યો છે.

સ્થાનિક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે પણ સીંગતેલમાં તેજીનો દોર જારી રહ્યો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.ના) ભાવ ૧૩૪૦ રૂ. હતાં તે વધીને આજે બપોરે ર વાયે ૧૩પ૦ રૂ. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રર૬૦થી રર૮૦રૂ. હતાં તે વધીને રર૭થી રર૮૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂ.નો ભાવ વધારો થતાં કપાસીયા ટીનના ભાવ ૧પ૮૦થી ૧૬૦૦ રૂ. થયા હતાં. વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૬૦ રૂ. અને કપાયસીયા તેલમાં ડબ્બે ૩પ રૂ.નો તોતીંગ ભાવ વધારો થયો છે. સૌરાષ્ટ્રની યાર્ડોમાં આજે અઢી લાખ મગફળીની ગુણીની આવકો હતી. મગફળીની આવકો વધવા છતાં સીંગતેલના ભાવો ઘટતા નથી. સટ્ટાડીયાઓ પીલાણ લાયક મગફળી આવતી નથી તેવા બહાના તળે રોજબરોજ સીંગતેલના ભાવો વધાર્યા જતા હોવાની બજારના વર્તુળોમાંચર્ચા થઇ રહી છે. સીંગતેલમાં બેકાબુ બનેલ સટ્ટાકીય તેજી અંગે પુરવઠા ખાતાએ તપાસ કરી પગલા લેવા જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તે છે.

(3:57 pm IST)