Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

માધાપર વિસ્તારનાં ખુલ્લા પ્લોટ ગેરપ્રવૃતિનાં અડ્ડાઃ સમસ્યા ઉકેલો

આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ર૩: શહેર વોર્ડ નં. ૩ માં નવા સમાવિષ્ટ માધાપર વિસ્તારની યાગરાજનગર સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીમાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

ગાયત્રીબાએ પોલીસ કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં આ અંગે કરવામાં આવેલ રૂબરૂ મુલાકાત દરમ્યાન લતાવાસીઓના જણાવ્યા પ્રમાણે વિસ્તારોમાં જવા માટેનો એકમાત્ર મુખ્ય રોડ જે ૧પ૦ ફુટ રીંગ રોડથી હોલી અંગ્રેજી શાળા તરફ જતો રોડ છે આ રસ્તા ઉપર આગળ જતા લાઇટની પણ સુવિધા નથી અને ભારે વાહનની સતત અવર-જવરના કારણે રોડની હાલત પણ ખુબજ ખરાબ છે રસ્તાની બન્ને બાજુ અવાવરૂર ખુલ્લા પ્લોટ આવેલા છે અને આ ખુલ્લા પ્લોટોમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે ખાનગી સાઇટ ઉપરથી નિકળતો કચરો ઢગલાઓ કરવામાં આવ્યા છે. આ ઢગલાઓની આડમાં ગુન્હાહીત પ્રવૃત્તિઓ ધમધમે છે અને આવી જગ્યાઓ ગુન્હાની પ્રવૃતિઓ અને ગુન્હેગારો માટે આરય સ્થાનો બની ગયા છે.

ત્યારે આવા આવારા તત્વો સતત આ રોડ ઉપર અડ્ડો જમાવતા હોય છે. જેથી વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને ખાસ કરીને બહેન-દિકરીઓનો નિકળવું મુશ્કેલ બને છે અને એમાં પણ સાંજ-પડતા એકલ-દોકલ નિકળવું ઘણું જ મુશ્કેલ છે ત્યારે ભવિષ્યમાં કોઇ અનિચ્છનીય ઘટના બને તે પહેલા અંગે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(3:20 pm IST)