Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

તલાટી અને તેની પત્નીને માર મારી ધમકી આપવાના કેસમાં સાંસદ દેવજીભાઇ ફતેપરા વિગેરેનો છુટકારો

રાજકોટ તા.ર૬ : તલાટી, તેની પત્નીને માર મારી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી તોડફોડ કરવાના ગુનામાં પુર્વ ધારાસભ્ય, સાંસદ દેવજીભાઇ ફતેપરાનો નિર્દોષછુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટ શહેરમાં ગુલાબનગર સોસાયટી, રાજકોટમાં રહેતા અને ત્યારે કણકોટ ગામમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા છગનભાઇ વીરજીભાઇ પટેલને બાજુમાં સાંઇનગરમાં રહેતા સાંસદ સભ્ય દેવજીભાઇ ફતેપરા આવી અને જેમફાવે તેમ ગાળો દઇ માર મારી જાનથી નાંખવાની ફરીયાદ તલાટી મંત્રીના પત્ની વિજયાબેન છગનભાઇએ આજથી ૧૭ વર્ષ પહેલા તા.૧૮-૧૦-ર૦૦૩ના રોજ માલવીયાનગર પો.સ્ટે.માં દેવજીભાઇ ફતેપરા, તેનો દિકરો ધર્મેૃશ અને અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદી વિજયાબેન છગનભાઇએ પોલીસમાં ફરીયાદમાં જણાવેલ કે, રાત્રીના સાડા અગીયારના સુમારે આ દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરા જે તે વખત ધારાસભ્ય હતા તે તેનો દિકરો ધર્મેશ તથા અજાણ્યો માણસ ઘરે આવીને અમારાપતિ ફોન કેમ ઉપાડતો નથી, કયારનો ફોન કરુ છુ કહેતા હું સમજાવા જતા મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને ધમેૅશ અને અજાણ્યા શખ્સ મારા પતિ છગનભાઇને ગાળો દેવા લાગેલ અને જોઇ લેવાની અને ત્રણેય જણાએ જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ અને દરવાજાને પાટા મારી તોડી નાખેલ હતો. ત્યારે આજુબાજુ વાળો ભેગા થઇ ગયેલ અમને છોડાવેલ હતા.

આ પુર્વ ધારાસભ્ય અને સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધર્મેશભાઇ દેવજીભાઇ, મહેન્દ્રભા જેશીંગભાઇ મકવાણાની માલવીયાનગર પો. હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજાએ ધરપકડ કરી અને કોર્ટમાં મુદતે ચાર્જશીટ મુકેલ હતુ. આ કામમાં જયુડી. મેજી. એસ.એમ. ક્રિષ્ટીની કોર્ટમાં ફરીયાદી, તેના પતિ વિગરેેને સાહેદ તરીકે તપાસવામાં આવ્યા બાદ આરોપીના વકીલની દલીલો પુરાવા ધ્યાને લઇ આરોપી સાંસદ દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરા સહિતના ત્રણેય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતા.

આ કામના આરોપીઓ પુર્વ ધારાસભ્ય અને સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધર્મેશભાઇ દેવજીભાઇ, મહેન્દ્રભાઇ જેશીંગભાઇ મકવાણા તરફે એડવોકેટ તરીકે શ્રી અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, કમલેશ ઉધભરેજા, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, અંશ ભારદ્વાજ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ગૌરાંગ ગોકાણી, શ્રેયસ શુકલ, નીલ શુકલ, ચેતન પુરોહીત, કૃણાલ દવે, નૈમીષ જોષી રોકાયા હતા.

(3:11 pm IST)