Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભોમેશ્વર પ્લોટમાં પેવિંગ બ્લોક નંખાશેઃ ખાતમુહુર્ત

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન શાસકો દ્વારા ''સૌનો સાથ સૌનો વિકાસ'' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં. ૦ર માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં. ૦ર માં આવેલ ભોમેશ્વર પ્લોટના રોડના સાઇડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, વોર્ડ નં. ૦ર ના કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, જયમીનભાઇ ઠાકર, ડો. દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં. ૦ર ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૦ર ભાજપના પ્રમુખ અતુલભાઇ પંડિત, વોર્ડ નં. ૦ર ભાજપના મહામંત્રી દશરથભાઇ વાળા, ભાવેશભાઇ ટોયટા, ધર્મેન્દ્રભાઇ મિરાણી, ગુલાબસિંહ જાડેજા, રાજુભાઇ પારેખ, કૌશિકભાઇ અઢીયા, વિક્રમસિંહ જાડેજા, યુવરાજસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, નીલેશભાઇ વ્યાસ, ધૈર્ય પારેખ, દીપાબેન કાચા, દેવ્યાનીબેન, લીલાબા જાડેજા, ભાવનાબેન તથા ભોમેશ્વર મંદિર સામેના વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:08 pm IST)