Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નવરાત્રી અને કોવિડ-૧૯ અંતર્ગત કડક વાહન ચેકીંગ ઝુંબેશઃ ૧.૨૭ લાખનો દંડ, ૯૮ વાહનો ડિટેઇન કરાયા

કાળી ફિલ્મવાળા, ફેન્સી અને વાળી નાંખેલી નંબર પ્લેટવાળા, માસ્ક નહિ પહેરનારા વાહન ચાલકો ઝપટે ચડ્યા : ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી ગેડમ, દિયોરા અને પાંચ પોલીસ સ્ટેશનના પીઆઇની ટીમોએ કર્યુ ચેકીંગ

નવરાત્રીના તહેવાર અને કોવિડ-૧૯ની મહામારીને ધ્યાને લઇ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કન્ટ્રોલમાં રહે તે માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદે કડક વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવા સુચના આપતાં ગત સાંજથી રાત સુધી ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી જે. એસ. ગેડમ, એસીપી પી. કે. દિયોરા, પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડા, તાલુકા પીઆઇ જે. વી. ધોળા, માલવીયાનગર પીઆઇ એન. કે. ભુકણ તથા મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર. પટેલ અને તમામ પોલીસ મથકના સ્ટાફે ટીમો બનાવી અલગ-અલગ અગત્યના પોઇન્ટ પર ચેકીંગ ઝુંબેકશ શરૂ કરી હતી. જેમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા પણ ચેકીંગમાં જોડાયા હતાં. ઓવર સ્પીડમાં નીકળતા વાહન ચાલકો, નંબર વગરના વાહનો, કાળી ફિલ્મવાળી કાર સહિતના વાહનો અટકાવી કાર્યવાહી કરવામાં આવી હતી. કાળી ફિલ્મવાળા ૦૮ વાહનો, ફેન્સી નંબર પ્લેટના ૧૧૦ કેસ, સીટ બેલ્ટ વગરના ૫૩ કેસ, માસ્ક નહિ પહેરવાના ૩૬ કેસ, સોશિયલ ડિસ્ટન્સીંગના ૧૪ કેસ કરી ૨૪૬ વાહન ચાલકોને આરટીપી મેમો અપાયા હતાં. તેમજ ૧૬૭ વાહન ચાલકો પાસેથી એનસી દંડ લેવાયાો હતો. આમ વાહન ચેકીંગ ડ્રાઇવમાં કુલ રૂ. ૧,૨૭,૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. તૂટેલી અને વાળી નાંખેલી નંબર પ્લેટ તથા બ્લેક ફિલ્મના શંકાસ્પદ જણાતા ૯૮ વાહનો ડિટેઇન કરાયા હતાં.

(4:10 pm IST)