Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

કોરોના થયા બાદ રાજકોટના પ્રોફેસર રાકેશ વઘાસીયા 4 મહિનાથી કોમામાં સરી પડ્યા :જીવનનો લડે છે જંગ

પરિવારની આંખોમાં છેલ્લા 4 મહિનાથી આંસુ ,રાંધેલા ધાન રોજ રઝળી રહ્યાં છે:આર્થિક સંકટ વચ્ચે પગાર પણ થશે બંધ:. માસૂમ દિકરી પપ્પા પાસે જીદ કરી રહી છે કે પપ્પા જાગે ,

રાજકોટના  પ્રોફેસર 4 મહિનાથી કોમામાં જીવનનો જંગ લડી રહ્યા છે ત્યારે આર્થિક સંકટ વચ્ચે પગાર પણ  બંધ થશે રાજકોટના પ્રોફેસર રાકેશ વાઘસિયાના પરિવારની આંખોમાં છેલ્લા 4 મહિનાથી આંસુ છે. રાંધેલા ધાન રોજ રઝળી રહ્યાં છે. છેલ્લા 100 દિવસથી પરિવારમાં કોઈ ઉધી શક્તું નથી. આ વેદનાનું કારણ છે, 4 મહિનાથી કોમામાં સરી પડેલા યુવાન પ્રોફેસરનું. સુખ-શાંતિથી જીવતો પરિવાર આર્થિક રીતે પણ ભાંગી પડ્યો છે. માસૂમ દિકરી પપ્પા પાસે જીદ કરી રહી છે કે પપ્પા જાગે અને તેને રમકડા લાવી આપે પરતુ કોરોનાના કાળમાં આ પરિવાર હોમાઈ ગયો છે.

(12:14 am IST)