Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ કરણ અર્જુન પાર્ટીપ્લોટ પાસેથી ચોરાઉ રીક્ષા તેમજ લોખંડની ખીલાસરી સાથે આનંદ ઉર્ફ ભૂરાને તાલુકા પોલીસે પકડ્યો

રાજકોટઃ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ આર.બી.જાડેજા તથા કોન્સ. ધર્મરાજસિંહ રાણા અને હર્ષરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમી પરથી ઠાકર ચોકથીથી કરણ અર્જુન પાર્ટીપ્લોટ તરફ શંકાસ્પદ લીલા કાળા કલરની ઓટો રીક્ષા જેના રજી નં.- GJ-03-AU-3127માં લોખંડનો સામાન ખીલાસારી લઇને વેચવા માટે ભંગારના ડેલાઓ શોધી રહેલા આનંદ ઉર્ફે ભુરો દિનેશભાઇ વાળા ( ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે. ભીમનગર શેરી નં.-૬, ભીમનગર સર્કલ પાસે, કાલાવડ રોડ રાજકોટ)ને પકડી લઈ પૂછતાછ કરતા યોગ્ય જવાબ ન આપી શકતા રીક્ષા પોકેટ કોપમાં સર્ચ કરતા અન્ય વ્યક્તિના નામે હોવાનું જણાયેલ તેમજ રીક્ષામાં રહેલ લોખંડની ખીલાસરી પણ ચોરી અથવા છળકપટથી મેળવ્યાનું જણાતા સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ શક પડતી મીલ્કત તરીકે ગણી કબ્જે કરી ભૂરાને સીઆરપીસીકલમ ૪૧(૧)ડી મુજબ પકડી કાર્યવાહી કરી છે. 

આ શખ્સ પાસેથી ઓટો રીક્ષા જેના રજી નં.- GJ-03-AU-3127 કિ.રૂા.૫૦,૦૦૦ તથા બાંધકામમાં વપરાતી ખીલાસરી આશરે કિ.રૂા.૫,૪૦૦ની મળી 

કુલ મુદામાલ કિ.રૂા.૫૫,૪૦૦નો કબ્જે કરેલ છે. 

      આ  કામગીરી પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ (ઝોન-ર) તથા મદદનિશ પોલીસ કમિશ્નર જેએસ.ગેડમ અને  એ.સી.પી. ક્રાઇમ  ડી.વી.બસીયાની સૂચના તથા પો.ઇન્સ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એન.ડી.ડામોર તથા એએસઆઇ આર.બી.જાડેજા તથા વિજયગીરી ગોસ્વામી તથા પો.કો. અમીનભાઇ ભલુર તથા હરસુખભાઈ સબાડ તથા મનિષભાઇ સોઢીયા તથા ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ જાડેજાએ કરી હતી.

(9:31 pm IST)