Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સાથે કોર્ટ મેરેજ બાદ ડાઇવોર્સ લઈ લેનારી મહિલાને ખરાબ મેસેજ કરી પજવણી: બામણબોરના હસમુખ ઉર્ફે હરદિપને રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસે પકડ્યો

રાજકોટ: કોઇ માણસ સોશીયલ મીડીયા પ્લેટફોર્મનો દુરઉપયોગ કરી મહિલાઓની જાતીય સતામણી પજવણી ના કરે તે બાબતે તકેદારી રાખવા મળેલી સુચના અંતર્ગત મદદનીશ પોલીસ કમિશ્નર સાયબર ક્રાઈમ (ચાર્જ) જે.એસ.ગેડમના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી. જે.ફર્નાડિસ તથા સોશીયલ મિડિયા સકવોડ કાર્યરત હોઇ આ દરમ્યાન સાયબર ક્રાઇમ પો.સ્ટે ખાતે એક મહિલા અરજદાર દ્વારા અરજી મળેલ કે તેમના આજથી આઠેક માસ પહેલા બામણબોર ગામના હસમુખ ઉર્ફે હરદીપ ઘુઘાભાઇ સારદીયા કે જે તેનો ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ હોય તેની સાથે કોર્ટ મેરેજ થયા હતાં. પરંતુ તેઓ તેની સાથે રહેવા ગયેલ ન હતા અને તેઓ વચ્ચે અવાર-નવાર ફોન પર બોલચાલી થતી હોઇ જેથી તેઓએ ડાઇવોર્સ લઇ લીધેલ હતા. તેમ છતા હસમુખ અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ મેસેન્જર મારફત બિભત્સ ગાળો લખી મેસેજીસ કરી હેરાન-પરેશાન કરતો હોઇ તેવી અરજીમાં રજુઆત હોઈ તપાસ કરી ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીનું નામ હસમુખ ઉર્ફે હરદીપ ઘુઘાભાઇ સારદીયા (ઉ.વ ૨૯ રહે. બામણબોર) છે.

  આ કામગીરી કરનાર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા ડી.સી.પી. ઝોન-૧  પ્રવીણકુમાર તથા ડી.સી.પી. ઝોન ૨ મનોહરસિંહ એન.જાડેજાની સૂચના મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વિ.જે.ફર્નાન્ડીસ, પો.સ.ઈ.શ્રી એન.બી.ડોડીયા, એ.એસ.આઇ. જે.કે.જાડેજા, પો.હેડ.કોન્સ જયદેવભાઇ બોસીયા, દિપકભાઇ પંડિત પો.કોન્સ પ્રવિણભાઇ મહિડા અને સંજયભાઇ ચૌહાણે કરી છે.

(9:07 pm IST)