Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

આને કહેવાય સાચા ગૌભકતઃ વિજય વાંકએ ગૌમાતાને બાંધી રાખડી

રાજકોટઃ સંસારમાં ભાઈ બહેનના હેત જોયા હશે... માંની મમતા જોઈ હશે... પિતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ જોયો હશે...  પરંતુ ગઈકાલે ખરા અર્થમાં ગૌ પ્રેમ જોવા મળ્યો... ક્રિષ્ના ગૌ શાળા (મવડી, પાળ રોડ) રાજકોટના ગૌ સેવક સ્વ.બાબુભાઈ રામસુરભાઈ વાંકના પુત્ર વિજયભાઈ વાંક દ્વારા ભાઈ- બહેનના પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે ગાય માતાને રાખડી બાંધીને ગૌ પ્રત્યેની પોતાની લાગણીઓને એક તાંતણે બાંધીને એક અલગ જ દાખલો બેસાડયો હતો. આહીર કુળને આંગણે આશરે ૩૦૦ જેટલી ગાયોની નિસ્વાર્થ ભાવે સેવા થાય છે એનું જીવતુ અને જાગતું ઉદાહરણ જોવું હોય તો ક્રિષ્ના ગૌ શાળા અને વાંક પરિવારને આંગણે એકવાર મહેમાન થવું પડે. (વિજયભાઈ વાંક પૂર્વ કોંગી કોર્પોરેટર) (મો.૯૮૨૪૫ ૮૦૯૮૦) 

(4:34 pm IST)