Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

તાજીયામાં સહયોગ આપનાર દરેકનો જાહેર આભાર માનતી સદર તાજીયા કમીટી

રાજકોટ તા. ર૩ : તાજીયાનો તહેવાર એ તમામ હિન્દુ-મુસ્લીમ જનતાનો શ્રદ્ધાંનો તહેવાર વર્ષોથી રાજકોટમાં ઉજવાય છે. આ વર્ષે પણ તાજીયાનો તહેવાર રાબેતા મુજબ ઉજવાયો છે જેમાં ન્યાઝે હુસેન સબિલમાં દુધ, કોલ્ડ્રીંક, સરબત, ન્યાઝરૂપે ખાસ હિન્દુ-મુસ્લિમ સાથે જમી શકે એ રીતનું આયજન દરેક ન્યાઝે હુસેન સબીલ કમીટીએ કરેલ હતુ઼. જેમાં ડ્રાયફુટ, ભેળ, પાઉંભાજી, બટેટાની ચીપ્સ, ભજીયા, ગાંઠીયા, રગડો, પફ, આઇક્રીમના કોન, ગુલ્ફી, મીઠાઇ, લાડવા, પેંડા, ખીર, સ્ટીમ ઢોકળા, દાબેલી બ્રેડ, વડાપાંઉ, નાનખટાઇ, કેક, ચાઇનીઝ ભેળ, સાદો પુલાવ, ચોકલેટ, બીસ્કીટ, વેફર વગેરે લોકોને ન્યાઝરૂપે હિન્દુ-મુસ્લિમ ધર્મપ્રેમી જનતાને વહેચાયેલ હતું.મહામારીને ધ્યાનમાં લઇને તાજીયા દરમ્યાન ધમાલ/અખાડો જેમાં ચપ્પુકુદાવ, તલવાર દાવપેચ, સળગતા દાવપેચો આ વર્ષે ન રમી તેમજ કોઇ જ પ્રકારના હથીાયર ન રાખી દરેક વિસ્તારના તાજીયાએ એખલાસભરી શાંતિનો પૈગામ આપેલ છે.પોલીસ તંત્ર દ્વારા-બે-દિવસ સેવાઓ બજાવી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ જોઇન્ટ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહજી જાડેજા, એસ.પી.સી. દિયોરા, એસ.પી.પી. ડી.બસીયા, પ્ર.નગરના પી.આઇ. એલ.એલ.ચાવડા, પી.એસ.આઇ. કે.ડી. પટેલ, કે.સી.રાણા, બી.વી.બોરીસાગર એ. એસ. દેવશીભાઇ ખાંભલા ગાંધીગ્રામ પો. સ્ટેશનના પી.આઇ. કે.એ.વાળા, પી. એસ. આઇ. જનકસિંહ રાણા, વિગેરે પોલીસ તંત્ર દ્વારા સહકાર આપેલ તેનો તથા મ્યુનિસીપલ કમિશ્નર અમિત અરોરા, બાગ-બગીચા વિભાગ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ ડો. કે.ડી. હાપલીયા, લક્ષ્મણભાઇ ચૌહાણ, કાંતિભાઇ સવજીભાઇ, જાહીદભાઇ, રમેશભાઇ ત્રિવેદી, ફાયર બ્રિગેડના ભીખાભાઇ ઠેબા, વિગેરે દ્વારા સાથ-સહકાર મળેલ. તેમજ પી.જી.વી.સી.એલ. (જી.ઇ.બી.)સતત તાજીયાની સાથે રહેલ. જામટાવરના ડેપ્યુટી એન્જીનીયર એન.આર.કંડોલીયા, પી. આર. ઓ. અતુલભાઇ વ્યાસ, કે.આર.આંબલીયા, ડી.આર.પરમાર, વી.એન.સોનાગરા, જુનિયર ઇજનેર દિનેશભાઇ ભરવાડ, જી.એન.સોલંકી તેમજ મીડીયા વિગેરે તંત્રનો સહકાર મળેલ ધર્મપ્રેમી જનતાએ શ્રદ્ધા અને સંયમથી એખલાસ ભરી શાંતિ અને ભાઇચારા સાથે હિન્દુ-મુસ્લીમના બન્ને તહેવારોની ઉજવણી કરી હતી. તેમ સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા તથા મહામંત્રી એઝાઝબાપુ બુખારી તથા હાજી હુસેનભાઇ માંડરીયા, મહેબુબભાઇ બેલીમ, રઝાકભાઇ કારીયાણીયા, ઇકબાલભાઇ ચૌહાણ, સૈયદ રફીકબાપુ બુખારી, ઇકબાલબાપુ બુખારી, બશીરબાપુ બુખારી, શબ્બીરભાઇ કુવાડીયા, પરવેઝભાઇ કુરેશી, ઝાફરભાઇ બાવાણી, યુસુફભાઇ મકરાણી, ગફારભાઇ કુરેશી, મહેબુબભાઇ બેલીમ, જીલાબાપુ મહમદહુસેનબાપુ કાદરી લોઇડભાઇ દલવાણી, કયુમબાપુ મહમદહુસેનબાપુ કાદરી, મહમદભાઇ ઘાંચી સિકંદરભાઇ સોદાગર તથા સદર વિસ્તારના મુસ્લિમ આગેવાનોએ જાહેર આભાર માનેલ છે.

(4:32 pm IST)