Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

રેલ્વે સ્ટેશન આસપાસ મોબાઇલ ફોનની ચોરી કરતો નીતીન મરાઠી પકડાયોઃ ૧૬ મોબાઇલ કબ્જે

રેલ્વે પોલીસની ટીમે શખ્સને દબોચ્યોઃ ૧.૯૭ લાખના મોબાઇલ કબ્જે

રાજકોટ, તા., ર૩: શહેરના રેલ્વે સ્ટેશન પર તથા તેની આસપાસ મુસાફરો તથા અન્ય વ્યકિતઓના મોબાઇલ ફોનની ચોરી કરનાર મરાઠી શખ્સને રેલ્વે પોલીસની ટીમે પકડી લઇ ૧૬ ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા.

મળતી વિગત મુજબ શહેરના રેલ્વે સ્ટેશન તથા આસપાસના વિસ્તારમાં મુસાફરો તથા રાહદારીઓના મોબાઇલ ફોનની થતી ચોરીને અટકાવવા માટે અમદાવાદ રેલ્વે પોલીસના ડીઆઇજી અશ્વીન ચૌહાણ તથા એસપી પરીક્ષીતા રાઠોડ, રાજકોટ રેલ્વે પોલીસના ડીવાયએસપી પી.પી.પોરીજીયાની સુચનાથી રેલવે એલ.સી.બી.ના પી.આઇ.આર. એમ. દવેના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. સિધ્ધરાજસિંહ હિતેશભાઇ, જીતેન્દ્રગીરી, યોગીરાજસિંહ, શૈલેષભાઇ, વનરાજભાઇ, સાગરભાઇ, અનીલભાઇ, લાલજીભાઇ, સંતોષભાઇ, રેલ્વે પોલીસ મથકના કોન્સ. ધર્મેન્દ્રસિંહ, જયવીરસિંહ, અશોકભાઇ ભાવેશભાઇ, તથા આર.પી.એફ.ના પ્રવિણકુમાર, હેડ કોન્સ. અમીતભાઇ યાદ વ, કોન્સ. વિષ્ણુભાઇ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે નીતિન પ્રભાકર મરાઠી (ઉ.વ.ર૧) (રહે. જંકશન રોડ અનાજના ગોડાઉન પાસે ફુટપાથ ઉપર ઝુપડમાં મુળ દોન્ડાચા તા. ધુલીયા) ને બે ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો. પોલીસે રિમાન્ડ દરમ્યાન તેની પાસેથી વધુ ૧૪ ચોરાઉ મોબાઇલ ફોન મળી આવતા પોલીસે કુલ રૂ. ૧,૯૭,૦૦૦ ની કિંમતના ૧૬ ચોરાઉ મોબાઇલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

(7:30 pm IST)