Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં કેસ બારી ફરી શરૂ કરોઃ કોંગ્રેસ

દર્દીઓનાં સગાઓને કેસ કઢાવવા દુર સુધી જવું પડે છેઃ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા તબીબી અધિક્ષકને રજુઆત

રાજકોટ તા. ર૩: આ અંગે ભાનુબેનએ તબીબી અધિક્ષકને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં બંધ કરવામાં આવેલ કેસ બારી ફરી શરૂ કરવા મનપાના વિપક્ષઅી નેતા ભાનુબેન સોરાણી દ્વારા તબીબી અધિક્ષકને રજુઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

આ અંગે ભાનુબેનએ તબીબી અધિક્ષકને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીનારાયણ સારવાર અર્થે આવતા હોય ત્યારે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ-બે માસ પૂર્વેબ ાળકોના વિભાગમાં કેસ કાઢવામાં આવતા હતા તે કેસબારી બંધ કરવામાં આવેલ છે.

વધુમાં ભાનુબેન એ જણાવ્યું હતું કે, જે બંધ કેસ બારી હોવાના કારણે દર્દીઓને અને તેમની સાથે આવેલા સગાવહલાઓને કેસ કઢાવવા ખુબ દુર સુધી જવું પડી રહ્યું છે અને દર્દીને સાચી માહિતી ન મળે તો દર્દીએ હેરાન પરેશાન થવું પડે છે. અમુક કેસમાં દર્દી જીવન-મરણ વચ્ચે દાખલ થવા આવે છે ત્યારે કેસ કઢાવવાની પારાવાર હાડમારીનો સામનો કરવો પડે છે. બાળકોના વિભાગમાં જરૂરી કેસબારી ફરીથી શરૂ કરવા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અંતમાં જણાવાયું છે.

(4:29 pm IST)