Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

રોટરી મીન્સ બીઝનેસ રાજકોટ ચેપ્ટરના નવા સુકાનીઓની વરણીઃ આશિષ જોષી બન્યા પ્રેસિડેન્ટ

ભારતના વિવિધ શહેરોમાં હાલ ૩ર ચેપ્ટર કાર્યરત છે

રાજકોટ તા. ર૩: રોટરી ઇન્ટરનેશનલ દ્વારા રોટરી મીન્સ બીઝનેસ (RMB) ફેલોશિપ શરૂ કરવામાં આવી છે. જે ફેલોશિપનું સભ્યપદ મેળવવા માટેની પ્રાથમિકતા રોટેરીયન હોવું જરૂરી છે. કોઇપણ રોટરી કલબનો સભ્ય આ ફેલોશિપ માટે જોડાઇ શકે છે.

આ ફેલોશિપનો મુખ્ય હેતુ રીટેરીયન્સને એક બીજા સાથે જોડવાનો અને જોડાયા પછી     વ્યવસાયના   માધ્યમથી વિસ્તારવાનો છે.

રોટેરીયન્સ સમાજના વિવિધ ક્ષેત્રોમાં લોકોના જીવન ઉત્થાન માટે સતત સેવાકીય પ્રવૃતિઓ કરે છે. ત્યારે એ પોતાના વ્યવસાયનો પણ જોડે વિસ્તાર કરે એવી ઉમદા ભાવનાથી આ ફેલોશિપ શરૂ કરવામાં આવી છે. ભારતના વિવિધ શહેરોમાં હાલ ૩ર ચેપ્ટર કાર્યરત છે. જયારે સમગ્ર વિશ્વમાં તેની સંખ્યા ૧૧૯ની છે.

તાજેતરમાં (RMB) રાજકોટ ચેપ્ટરના નવા સુકાનીઓની વરણી કરવામાં આવી. (RMB) રાજકોટના પ્રેસિડેન્ટ તરીકે ખુબજ ઉત્સાહી રોટરીયન આશિષ જોશીની નિયુકિત કરવામાં આવી.

સેક્રેટરી તરીકે રોટેરીયન અપુર્વ મોદી, વાઇસ પ્રેસિડન્ટ તરીકે રોટેરીયન નિશાંત વોરા, ટ્રેઝરર તરીકે રોટેરીયન શ્યામ ગેડીયા, પ્રેસિડન્ટ ઇલેકટ તરીકે રોટેરીયન વિશાલ અંબાસણા અને આઇ.પી.પી. તરીકે ચંદ્રેશ મનવાણીની વરણી કરવામાં આવી. ઉપરાંત વિશ્વાસ માણેક, તપન ચંદારાણા, તન્વી ગાદોયા, શિતલ બથીયા, પંકીલ પઢારીયા અને વિમલ પટેલની બોર્ડ મેમ્બર્સ તરીકે નિયુકિત કરવામાં આવી. નવનિયુકત પ્રેસિડેન્ટ રો. આશિષ જોશી એ પોતાના વકતવ્યમાં આગામી વરસ દરમિયાન રાજકોટ ચેપ્ટરના વિકાસ માટે વિચારી રાખેલા વિવિધ મુદ્દાઓ વિશે છણાવટ કરી. વર્ષ દરમિયાન રાજકોટ ચેપ્ટરને નવી ઉંચાઇઓ પર લઇ જવાની ઉત્કંઠા દર્શાવી.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરની પાંચ રોટરી કલબના પ્રેસિડેન્ટ, સેક્રેટરી તથા મોટી સંખ્યામાં રોટેરીયન્સ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટેરીયન પ્રવિણ પટેલ અને રોટેરીયન ભાવેશ વેગડાએ કર્યું. આભારવિધિ રોટેરીયન અપુર્વ મોદી એ કરી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટેરીયન રવિ છોટાઇ અને રોટેરીયન ઋષિન નથવાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

(4:26 pm IST)