Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

પુનીતનગર ૮૦ ફુટ રોડની શોભા વધશે : રિ-ડેવલપમેન્ટ કરવા મ્યુ. કમિશ્નરની સુચના

રાજકોટ : શહેરના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરી ચાલુ વિકાસકાર્યોની સમીક્ષા કરી મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૨૩ વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૨માં સીસી રોડની ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી તેમજ વોર્ડ નં. ૧૨માં ટીપી રોડને રી-ડેવલપમેન્ટ કરવા ટીપીઓને સુચના આપી હતી.  મુલાકાત દરમ્યાન વોર્ડ નં. ૧૧માં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક અને કાવેરી સોસાયટી ગુરુકુળથી મવડી મેઈન રોડ સુધીના ચાલુ સીસી રોડની કામગીરી નિહાળી અને એજન્સીને તાત્કાલિક કામ પૂર્ણ કરવા તથા વોર્ડ નં. ૧૨માં પુનીતનગરમાં ૮૦ ફૂટ ટીપી રોડનું રી-ડેવલપમેન્ટ કરવા મ્યુનિ. કમિશનર ટાઉન પ્લાનિંગ ઓફિસરને સુચના આપી હતી.  મ્યુનિ. કમિશનરની મુલાકાત દરમ્યાન તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, સિટી. એન્જી.કે. એસ. ગોહેલ, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી તેમજ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

(4:25 pm IST)