Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

શહેરમાં ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ઘટવા લાગી : લોક સહયોગ મળી રહ્યો છે : મેયર

મેયર પ્રદિપ ડવ, સેનિટેશન ચેરમેન અશ્વિન પાંભરના અભિયાનને જબ્બર પ્રતિસાદ

રાજકોટ,તા. ૨૪ : શહેરમાંથી ગંદકીનાં ગંજ (ન્યુસન્સ પોઇન્ટ) દૂર કરવા મેયર પ્રદિપ ડવ અને સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભરે શરૂ કરાવેલ અભિયાનને લોકોનો જબ્બરો પ્રતિસાદ મળતા હવે ન્યુસન્સ પોઇન્ટ ઘટવા લાગ્યા છે. સાથે જ લોકોનો સહયોગ પણ મળી રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ શહેરને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુકત બનાવવા મેયર ડો.પ્રદિપ ડવે તમામ કોર્પોરેટરશ્રીઓ, સોલિડ વેસ્ટના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને જોડી અભિયાન શરૂ કરેલ. આ અભિયાન અંતર્ગત સંબંધક વિભાગના અધિકારીશ્રીઓ સાથે મેયર ડો.પ્રદિપ ડવ તથા સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભરની ઉપસ્થિતિમાં મીટીંગનું આયોજન કરેલ. આ મીટીંગમાં ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુકત બનાવવા ત્રણેય ઝોનના પર્યાવરણ અધિકારીશ્રીઓ તેમજ વોર્ડના એસ.આઈ. તેમજ એસ.એસ.આઈ.ને જવાબદારી સોંપવામાં આવેલ.

આ અભિયાન અંતર્ગત શહેરમાં આવેલ જુદા જુદા ન્યુસન્સ પોઈન્ટ તબક્કાવાર નાબુદ થાય તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ. હાલમાં, શહેરના તમામ ન્યુસન્સ પોઇન્ટનું નિયમિત કરવામાં આવે છે અને દિન-પ્રતિદિન ન્યુસન્સ પોઈન્ટ પરથી કચરાનો ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. ન્યુસન્સ પોઈન્ટ પર જાગૃતતા માટેના બેનર લગાડવામાં આવેલ છે. આજુબાજુમાં વસતા રહેવાસીઓને જે-તે વોર્ડના કોર્પોરેટરને સાથે રાખી કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનની પત્રિકા વિતરણ કરવામાં આવેલ. ઉપરાંત, જે-જે ન્યુસન્સ પોઈન્ટ પર જગ્યાની સુવિધા મળે છે તેવી જગ્યાએ ચિત્રો પણ દોરવામાં આવે છે. તેમજ કર્મચારીઓ દ્વારા રોજે રોજના ન્યુસન્સ પોઈન્ટની સ્થળ મુલાકાત લઇ અધિકારીઓને ફોટા મોકલવામાં આવે છે.

આ અભિયાનથી ન્યુસન્સ પોઇન્ટમાં ઘણો સુધારો થયેલ છે અને ઘણા ન્યુસન્સ પોઈન્ટ નાબુદ પણ થયેલ છે. હજુ પણ વધુને વધુ ન્યુસન્સ પોઈન્ટ નાબુદ થાય તે માટે શહેરના નગરજનોએ સહકાર આપવા મેયરશ્રીએ અને સેનિટેશન કમિટીના ચેરમેનશ્રીએ અપીલ કરેલ છે.

(4:24 pm IST)