Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

વિજય બેંક દ્વારા ૪૬ માં સ્થાપના દિન નિમિતે રકતદાન કેમ્પ

અર્બન કો-ઓપરેટીવ બેન્કોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતી વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક દ્વારા ૪૬ માં સ્થાપના દિનની સેવામય ઉજવણીરૂપે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. લાયન્સ મીડટાઉન અને સીવીલ હોસ્પિટલના સહયોગથી યોજવામાં આવેલ રકતદાન કેમ્પનું દીપપ્રાગટયથી ઉદ્દઘાટન બેંકના ચેરમેન ગોપાલભાઇ માકડીયાના હસ્તે ડીરેકટરો અને ડેલીગેટસની ઉપસ્થિતીમાં કરાયુ હતુ. રકતદાતાઓને આકર્ષક ભેટ આપી પ્રોત્સાહીત કરાયા હતા. આ પ્રસંગે વાઇસ ચેરમેન દીપકભાઇ પટેલ, ડીરેકટર નિકુંજભાઇ ધોળકીયા, હમીરભાઇ ચાવડા, શ્રીમતી કાંતાબેન કથીરીયા, હિતેષભાઇ દવે, જયેશભાઇ વસા, ગુણવંતભાઇ ડેલાવાળા, મુકેશભાઇ દોશી વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કેમ્પને સફળ બનાવવા બેન્કના ચીફ એકઝીકયુટીવ ઓફીસર દિપકભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ બેન્કના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(4:23 pm IST)