Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

સ્પોર્ટસમેનશીપ એ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે : હિરેન મહેતા

સ્વ. બાલસિંહ સરવૈયાની સ્મૃતિમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ આયોજીત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન : મેન્સમાં ચિંતન ઓઝા, જૈનિલ મહેતા રનર્સઅપઃ આયુષી ખખ્ખર, ઉર્વશી ચોલેરા, સ્વપ્નીલ, શિવાંશ, જયનિલ મહેતા, પ્રણવ રાવલ સહિતના વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો એનાયત

રાજકોટ : હિરેન મહેતા (ડીવીઝનલ સેક્રેટરી વે. રેલ્વે મજદુર સંઘની યાદી મુજબ સ્વ. શ્રી બાલસિંહજી સરવૈયાજીની યાદમાં વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા આયોજીત ઓપન રાજકોટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ ફાઇનલ મંચ સાથે શાનદાર સમાપન થયેલ.

જેમાં મેન્સમાં  ચીંતન ઓઝા ચેમ્પીયન તથા જૈનીલ મહેતા રનર્સ અપ બનેલા, વુમન્સમાં આયુષી ખખ્ખર, રનર્સ અપમાં ઉર્વશી ચોલેરા વેસ્ટર્નમાં સિકંદર જામ,  અનીરૂધ્ધ, તથા ડબલ્સમાં ચેમ્પીયન સ્વપ્નીલ, શીવાંશ રનર્સ-અપ  યની મહેતા, પ્રણવ રાવલ વિજેતા બનેલા હતાં.

આ તમામ વિજેતઓને આમંત્રીત મહેમાનો શ્રી હિતેષભાઇ બગડાઇ, (રાજકોટ ડીસ્ટ્રીકટ ટેબલ ટેનીસ પ્રમુખ), પ્રદીપભાઇ ત્રિવેદી, (શહેર કોંગ્રેસ પ્રમુખ), બાબુભાઇ ઉધેરજીયા (કોર્પોરેશન વોર્ડ નં. ૩), દર્શીતભાઇ જાની (પ્રમુખ - સમસ્ત બ્રહ્મ સમાજ) રજનીભાઇ શાહ (ઉદ્યોગપતી), નીતિનભાઇ નથવાણી (એડીટર સીટી ન્યુઝ), વનરાજસિંહ જાડેજા, પ્રફુલ્લાબેન સોલંકીના હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરી ટ્રોફી પ્રદાન કરેલ હતી.

આ પ્રસંગે હિરેન મહેતાએ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરતા જણાવ્યું હતું કે સ્પોર્ટસ એ સ્વસ્થ જીવનની ચાવી છે. સ્પોર્ટસમેનશીપ તંદુરસ્ત માનસીકતા ડેવલોપ કરે છે. સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. બાળપણથી જ બાળકોને  સ્પોર્ટસ માટે રૂચી રહે અને સારી રીતે સ્પોર્ટસ સુવિધાઓ ઉપલબ્ધ રહે તે આપણી સૌની જવાબદારી છે. સરકાર અને અગત્યના હોદેદારો સુધી મારી લાગણીઓ આક્ષણે હુ પહોંચાડવા માંગુ છું કે આજની તારીખમાં રાજકોટ શહેરમાં ટેબલ ટેનીસ માટેનો કોઇ હોલ કે જગ્યા ઉપલબ્ધ નથી જે એક ટેબલ ટેનીસ સ્પોર્ટસ કોમ્પલેકસનો વિકાસ કરવો જોઇએ. જેથી આ ગેઇમનો વધુમાં વધુ લોકો લાભ લઇ શકે અને રમી શકે આપણા રાષ્ટ્રનું નામ ઉજજવળ કરવાની તકો ઉભી કરી શકાય.

આ તકે નીતિનભાઇ નથવાણી, વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘની આ પહેલ મોટ હિરેન મહેતાને અભિનંદન આપતા વિજેતઓને પણ બીરદાવેલ હતાં. પ્રદીપભાઇએ સામાજીક ઉત્થાન માટે સ્પોર્ટસ ખુબ જ જરૂરી છે અને બાળકોની રૂચી વધારવા આવલ શ્રોતાઓ તથા સમાજના દરેક મા-બાપને સંદેશ આપેલ હતો સાથે હિરેન મહેતા અને તેમની ટીમને બિરદાવવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા સતત ચીફ રેફરી તરીકે મનીષભાઇ મહેતા તથા કિરણભાઇ ભટ્ટએ સતત સેવાઓ આપેલ હતી.  આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સ્વપ્નીલ મહેતા, જૈનીલ મહેતા, ચીંતન ઓઝા, ઓમ (હિતાર્થ) ભટ્ટ,  જીત તેરૈયા વગેરેએ હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવેલ હતી. ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન અવની ઓઝાએ કરેલ હતું. આ પ્રસંગે વિક્રમભાઇ સરવૈયા, ઇન્દરજીત સરવૈયા, બીપીનભાઇ વ્યાસ, મયુરસિંહ, જસ્મીન ઓઝા, તથા મહિલા વિંગમાં ધર્મિષ્ઠા થોરીયા, જયશ્રી સોલંકી, ધર્મીષ્ઠા પંજા, દિના વ્યાસ, રૂપમબેન, દિપીકા સુરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(4:22 pm IST)