Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

શ્રાવણીયા જુગારના વધુ આઠ દરોડાઃ ૪૧ શખ્સો પકડાયા

ગાંધીગ્રામ પોલીસે ૧૯, યુનિવર્સિટી પોલીસે ૧૮, બી-ડીવીઝન પોલીસે ૬, ભકિતનગર પોલીસે ૪ અને કુવાડવા પોલીસે ૪ને ઝડપી લઈ એક લાખની રોકડ કબ્જે

રાજકોટ, તા. ૨૩ :. શ્રાવણીયા જુગારના આઠ દરોડામાં પોલીસે ૪૧ પત્તાપ્રેમીઓને પકડી લઈ રૂ. ૧,૦૦,૭૭૦ની રોકડ કબ્જે કરી છે. બી-ડીવીઝન, કુવાડવા, ભકિતનગર, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસે અલગ અલગ આઠ વિસ્તારના ઘરમાં દરોડા પાડી આ કાર્યવાહી કરી હતી.

બી-ડીવીઝન પોલીસે મોરબી રોડ શ્રીનાથ કાર્ગોની પાછળ અમીત નવીનભાઈ ભાનુશાળીના બારદાનના ગોડાઉનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી કોન્સ. હેમેન્દ્રભાઈ અને ચાંપરાજભાઈને મળતા ગોડાઉન માલિક અમીતભાઈ નવીનભાઈ ભાનુશાળી (રહે. અમીન માર્ગ, ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, શેરી ન.ં ૪), કીરીટ હરીભાઈ ઠક્કર (રહે. મારૂતિનગર મેઈન રોડ વલ્લભનગર-૧ કુવાડવા રોડ), મોરબી રોડ આર.કે. ડ્રીમલેન્ડ બી-૩૦૩ના વિનોદ મંગલદાસભાઈ ઠક્કર, મોરબી રોડ ઓમ શાંતિ પાર્કના રામજી પરસોતમભાઈ દામા, માર્કેટીંગ પાર્ક સામે સીંગલ કવાર્ટર ઈ-૧૬૦ના અશોક મેઘજીભાઈ ભાનુશાળી, શિવધારા સોસાયટી શેરી નં. ૭ના પ્રકાશ ખીમજીભાઈ ભાનુશાળીને પકડી પાડી રૂ. ૩૦,૬૨૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.બી. કોડીયાતર સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

માલીયાસણ ગામમાંથીચાર શખ્સો પકડાયા

માલીયાસણ ગામમાં આવેલા ખુલ્લા પ્લોટ પાસે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. અરવિંદભાઈ મકવાણા તથા કોન્સ. વિરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે માલીયાસણ ગામમાં આવેલા ખુલ્લા પ્લોટ પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ગામમાં રહેતા જીતેશ જીવણભાઈ ચાવડા, વિજય દિનેશભાઈ ચાવડા, મોહીત દિનેશભાઈ ચાવડા અને ભરત પુનાભાઈ ચાવડાને તીનપત્તીનો જુગાર રમતા પકડી લઈ રૂ. ૬૭૨૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી. રોહડીયા, એેએસઆઈ હિતેન્દ્રસિંહ, જયંતીભાઈ, અરવિંદભાઈ, કિશોરભાઈ, વિરદેવસિંહ, દેવેન્દ્રસિંહ, મુકેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.

આનંદનગર કવાર્ટરમાંથી ચાર શખ્સો પકડાયા

કોઠારીયા રોડ આનંદનગર કવાર્ટરના બ્લોક નં. એચ-૫ કવાર્ટર નં. ૨૨૦માં રહેતો અલ્પેશ પ્રવીણભાઈ ડોડીયા જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે કવાર્ટર નં. ૨૨૦માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કવાર્ટર માલિક અલ્પેશ ડોડીયા તથા કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી સામે રહેતા જયદીપ જયેશભાઈ રાઠોડ, મેહુલનગર શેરી નં. ૧૫ના હર્ષ રાજેશભાઈ ગોહેલ, સંત કબીર રોડ ન્યુ શકિત સોસાયટીના અમીત રમણભાઈ ભટ્ટીને પકડી લઈ રૂ. ૫૦૩૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે. કામળીયાએ એસઆઈ ફીરોઝભાઈ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, ભાવેશભાઈ મકવાણા, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઈ, દિવ્યરાજસિંહ, મનીષભાઈ, રાજેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.

ગાંધીગ્રામ પોલીસના ત્રણ મકાનમાં દરોડા

બજરંગવાડી પુનીતનગર ૧ શેરી નં. ૨મા રહેતા પુષ્પરાજસિંહ મનહરસિંહ જાડેજાના મકાનમાં જુગાર રમાતો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. ગોપાલભાઈ, વનરાજભાઈ તથા દિવ્યરાજસિંહને બાતમી મળતા પુનીતનગર ૧ શેરી નં. ૨મા મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક પુષ્પરાજસિંહ જાડેજા તથા બજરંગવાડી શેરી નં. ૧૩ના મનોજ સવજીભાઈ રજવાડી, પારીજાત સોસાયટી શેરી નં. ૫ના જયરાજસિંહ હરેન્દ્રસિંહ રાણા, પુનીતનગર-૧ શેરી નં. ૨ના મનીષ મહાદેવભાઈ પટેલ, બજરંગવાડી શેરી નં. ૮ના કરણ બીપીનભાઈ જેઠવા તથા રેલનગર દયાનંદ સરસ્વતી ટાઉનશીપના ધવલ ભદ્રેશભાઈ ચાવડાને પકડી લઈ રૂ. ૧૧,૨૨૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં કોન્સ. ભરતભાઈ તથા વનરાજભાઈને બાતમી મળતા શિવપરા શેરી નં. ૧માં રમેશ હરજીભાઈ ઝીંઝુવાડીયાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક રમેશ ઝીંઝુવાડીયા તથા શીવપરાના દિલીપ જીણાભાઈ સાઘરીયા, યોગેશ મનસુખભાઈ જંડારીયા તથા જામનગરના જાંબુડાનો સંજય મુળજીભાઈ જંડારીયાને પકડી લઈ રૂ. ૪૬૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં કોન્સ. દિવ્યરાજસિંહ તથા ગોપાલભાઈને મળેલી બાતમીના આધારે જામનગર રોડ માધાપર ગામમા રહેતા જયસુખ વિનુભાઈ પોયલાના મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાનમાં માલિક જયસુખ પોયલા તથા રેલનગરના ગૌતમસિંહ ઉર્ફે શકિતસિંહ જગદીશસિંહ ગોહીલ, પડધીના અનીલ કલ્યાણજીભાઈ બોડા, માધાપર ગામના રાજેશ કાન્તીભાઈ ગોસાઈ, ઈશ્વરીયા પાર્ક સોસાયટી શેરી નં. ૨ના રવી બાબુભાઈ મકવાણા, પ્રફુલ પ્રવિણભાઈ ચૌહાણ, કીશન રણછોડભાઈ સીહોરા, હાર્દિક ધીરૂભાઈ ચૌહાણ અને ભોમેશ્વરવાડી શેરી નં. ૩ના શૈલેષ અજીતભાઈ ધોપાણને પકડી લઈ રૂ. ૧૨૯૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

આ કામગીરી પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. રાણા, એએસઆઈ મહેશભાઈ ભુવા, હેડ કોન્સ. સંજયભાઈ કુમારખાણીયા, ખોડુભા, વનરાજભાઈ, ભરતભાઈ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઈ પાટીલ, દિનેશભાઈ તથા ગોપાલભાઈ દ્વારા કરવામાં આવી હતી.

સત્તાધાર પાર્કમાં ઘરમાંથી ૧૪ શખ્સો પકડાયા

નાણાવટી ચોક સત્તાધાર પાર્ક શેરી ૫માં રહેતા મનોજ હરસુખભાઈ ચરાડવાના મકાનમાં જુગાર રમાતો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ઈન્દ્રસિંહ ઝાલા, કોન્સ. દિપકભાઈ તથા કોન્સ. નિલમબેનને બાતમી મળતા સત્તાધાર ૫માં મકાનમાં દરોડો પાડી મકાન માલિક મનોજ ચરાડવા તથા જેસલ મનોજ ચરાડવા, વર્ધમાનગર શેરી નં. ૧ના હર્ષીત પ્રવિણભાઈ સાહોલીયા, સત્તાધાર પાર્ક-૫ના વિરાગ મનોજ ચરાડવા, યાગરાજ પાર્ક-૨ના આનંદ હરસુખભાઈ ચરાડવા, જુગલ આનંદ ચરાડવા, સત્તાધાર પાર્ક ૫ના રેખાબેન મનોજ ચરાડવા, યોગરાજપાર્કના આશાબેન આનંદ ચરાડવા, સત્તાધાર પાર્કના સાધનાબેન વિરાગ ચરાડવા, કિશનપરા-૩ના યોગીનીબેન રજનીભાઈ આડેસરા, પ્રિયંકાબેન પ્રતિકભાઈ ભરાડ, વર્ધમાનનગર-૧ના તારીણીબેન પ્રવિણભાઈ સાહોલીયા, રચનાબેન પ્રવિણભાઈ સાહોલીયા, યાગરાજ પાર્ક ૨ના કંચનબેન મુણાભાઈ ચરાડવાને પકડી લઈ રૂ. ૧૮૯૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં જામનગર રોડ એફસીઆઈના ગોડાઉન પાછળ રત્નમ ફલોરા એપાર્ટમેન્ટમાં ફલેટમાં જુગાર રમાતો હોવાની કોન્સ. સહદેવસિંહ અને બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા એપાર્ટમેન્ટના ફલેટ નં. સી-૩૦૧માં દરોડો પાડી ફલેટ માલિક પ્રીતેશ નરેન્દ્રભાઈ વ્યાસ, રૂષભ નરેન્દ્રભાઈ વ્યાસ, ફલેટ નં. સી-૨૦૧ના જીજ્ઞેશ લાલજીભાઈ દુધૈયા તથા સાગર લાલજીભાઈ દુધૈયાને પકડી લઈ રૂ. ૧૦૫૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

આ કામગીરી પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.જી. ડાંગર, હેડ કોન્સ. રાજેશભાઈ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, રાવતભાઈ, બલભદ્રસિંહ, સહદેવસિંહ, બ્રિજરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી

(4:19 pm IST)