Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

બામણબોર બેટીના પુલ નીચે ન્હાવા પડેલા ટપુભાઇ સરવૈયાનું ડૂબી જતા મોત

હિરાસરનાં ટપુભાઇ બે મિત્રો સાથે ન્હાવા ગયા'તાઃ ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ, તા.૨૩: બામણબોર નજીક બેટીના પુલ નીચે મિત્રો સાથે ન્હાવા પડેલા બામણબોર ગામમાં ભાડે રહેતા યુવાનનું ડૂબી જતા મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ બામણબોર ગામમાં રહેતા લાખાભાઇની હિરાસર એરપોર્ટની ઓરડીમાં ભાડે રહેતા ટપુભાઇ ખોડાભાઇ સરવૈયા (ઉ.વ.૪૦) પરમ દિવસે તેના બે મિત્રો મહેશભાઇ રીબડીયા (રહે.જુનાગઢ) અને ભરતભાઇ વડેચા (રહે.જામજોધપુર ત્રણેય બેટી નજીક પુલ નીચે ન્હાવા માટે ગયા હતા. ત્યારે ટપુભાઇ ડૂબવા લાગતા તેના મિત્રએ તાકીદે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી ટપુભાઇને પાણીમાંથી બેભાન હાલતમાં બહાર કઢાયા બાદ તેની તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના કેશુભાઇ વાજા કોન્સ વિજયભાઇ મકવાણાએ કાર્યવાહી કરી હતી. મૃતક ટપુભાઇ ત્રણ ભાઇ અને એક બહનેમાં વચેટ હતા. તેને તરતા પણ આવડતુ હતું. તેના માતા પિતા જામજોધપુર રહે છે અને પત્નિ તથા ત્રણ પુત્ર ઉપલેટાના ગણોદ ગામમાં રહે છે તે પાંચ દિવસ પહેલા જ બામણબોર મજૂરી કામ માટે આવ્યા હતા.

(4:18 pm IST)