Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

સામાકાંઠે પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા મેડીકલ સાધન સેવા કેન્દ્રનો પ્રારંભ

રાજકોટ : સામાકાંઠે કાર્યરત પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા સ્વ. મણીશંકર જીવરામભાઇ કુંડેલની સ્મૃતિમાં 'મેડીકલ સાધન સેવા કેન્દ્ર' શરૂ કરવામાં આવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે આ કેન્દ્ર ખુલ્લુ મુકાયુ હતુ. આ તકે સંસ્થા દ્વારા માંડવીયાજીને શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કરૂણા ફાઉન્ડેશનના પ્રતિકભાઇ સંઘાણી, રમેશભાઇ ઠકકર, એડવોકેટ ભાસ્કરભાઇ જોષી, ચંદુભાઇ પરમાર, મહેશભાઇ ટોપીયા, જયેશભાઇ ચૌહાણ, હરેશભાઇ પરમાર, માધવભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહેલ.

(3:20 pm IST)