Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

જસદણ પાસે બે પવન ચકીમાંથી ૭ર હજારના કોપર વાયરની ચોરી

બાબરા પંથકના પ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ર૩ :.. જસદણના કાંસલોલીયા-શિવરાજપુર ગામની સીમમાં બે પવનચકીમાંથી બાબરા પંથકના પ શખ્સો ૭ર હજારનો કોપર વાયર ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

કાંસલોલીયા ગામની ધારવાળી સીમમાં બે પવન ચકીમાંથી સંજય વસ્તાભાઇ મકવાણા, ભરત વસ્તાભાઇ મકવાણા તથા સાગર વસ્તાભાઇ મકવાણા રે. ત્રણેય સુખપુર તા. બાબરા, રાજેશ કેશુભાઇ ચાવડા રે. વાવડા તથા નિલેશ રમેશભાઇ મકવાણા રે. ઉટવડ કોપર વાયર ૧૬૦ મીટર કિ. ૭ર૦૦૦ ચોરી કરી ગયા હતાં. આ અંગે ભૂપતભાઇ શિયાળએ ઉકત પાંચેય શખ્સો સામે ફરીયાદ કરતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:19 pm IST)