Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

આર.ડી.સી. બેંકને લોન પેટે આપેલ ચેક રિટર્નના કેસમાં બેંક સભાસદને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૩: અત્રે આર.ડી.સી. બેન્કને લોનની રકમ પેટે આપેલ ચેક રીર્ટનની ફરીયાદના આરોપીને એક વર્ષની કેદ તથા ચેક મુજબની રકમ ચુકવવાનો હુકમ રાજકોટની સ્પેશ્યલ નેગોશીયેબલ કોર્ટ ફરમાવેલ છે.

રાજકોટ શહેરની સુપ્રસિધ્ધ એવી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેન્ક લી.ની ગ્રામ્ય શાખા, રાજકોટમાંથી સભાસદ દરવજજે પંકજભાઇ કેસરીચંદ શાહ નામના શખ્સે લોન લીધેલ, જે લોન તથા તેના પરના વ્યાજ વિગેરેની પરત ચુકવણી માટે તેમણે બેન્કને રકમ રૂ. ૭,૩૦,૦૦૦/- નો ચેક આપેલ, જે ચેક રીર્ટન થતા ફરીયાદી બેન્ક વતી તેના મેનેજર હસમુખભાઇ મુળજીભાઇ ભુવાએ બેન્કના વકીલ શ્રી મારફત રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ, ફરીયાદીના વકિલ દ્વારા કરવામાં આવેલ રજુઆતો અને વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ કેસ ચાલી જતા રાજકોટના અધિક ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી એન. એચ. વસવેલીયાએ આરોપીના આ ગંભીર ગુના સબબ આરોપી પંકજભાઇ કેસરીચંદ શાહને ૧ વર્ષની સાદી કેદ તથા બેન્કને રકમ રૂ. ૭,૩૦,૦૦૦/-નું વળતર દિવસ-૬૦ (સાઇઠ) માં ચુકવવું જો વળતર ન ચુકવે તો વધું ૧ (એક) વર્ષની જેલની સજા ફટકારી હતી.

આ કામે ફરીયાદી બેન્ક વતી વકીલ તરીકે રાજકોટના શ્રી રમેશ યુ. પટેલ, શ્રી મુકતા આર. પટેલ, કેવીન એમ. ભંડેરી, એલ. બી. સાવલીયા તથા શ્રી હર્ષા વી. ભંડેરી એડવોકેટ રોકાયેલ હતા. 

(3:18 pm IST)