Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

મહિલા પીએસઆઇ અલ્પાબેન લાઠીયાની કારને બેડી ચોકડીએ અકસ્માત નડતાં ઘાયલ થયા

ગાંધીનગર કામ સબબ જતી વખતે બનાવઃ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૩: શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી પાસે સવારે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અલ્પાબેન જગદીશભાઇ લાઠીયા (ઉ.વ.૩૫)ની કારને અકસ્માત નડતાં તેમને ઇજાઓ થતાં બી-ડિવીઝનની પીસીઆર મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ રાજુભાઇ ગીડાએ જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. કેતનભાઇ નિકોલા સહિતે પીએસઆઇ લાઠીયાની ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી હતી. પીએસઆઇ લાઠીયા પોતાની કાર હંકારીને સવારે ગાંધીનગર કામ સબબ જવા નીકળ્યા ત્યારે અચાનક ટ્રક આડે આવી જતાં અકસ્માત સર્જાતાં કારમાં નુકસાન થવા સાથે તેમને ઇજાઓ થઇ હતી. બનાવની જાણ થતાં મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને તેમને મદદરૂપ થયા હતાં. અકસ્માતગ્રસ્ત કારની તસ્વીર ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

(3:15 pm IST)